રાજુપાલ હત્યા કેસમાં છ દોષિતોને આજીવન કેદ, એકને ચાર વર્ષની કેદ
લખનૌ, નવી દિલ્હી, 29 માર્ચ (હિ.સ.) બીએસપી ધારાસભ્ય રાજુપાલની હત્યા કેસમાં, તમામ સાત આરોપીઓને શુક્રવા
કો


લખનૌ, નવી દિલ્હી, 29 માર્ચ (હિ.સ.) બીએસપી ધારાસભ્ય રાજુપાલની હત્યા કેસમાં, તમામ સાત આરોપીઓને શુક્રવારે લખનૌની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે છ દોષિતોને આજીવન કેદ અને એકને ચાર વર્ષની જેલની સજા ફટકારી છે.

પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલા અતીક અહમદ અને અશરફનું પણ રાજુ પાલ હત્યા કેસમાં નામ હતું. સાત બચેલા આરોપીઓ - આબિદ, ફરહાન, જાવેદ, અબ્દુલ કાવી, ગુલ હસન, ઈસરાર અને રણજીત પાલ - દોષિત ઠેરવવામાં આવ્યા છે. જેમાંથી આબિદ, જાવેદ, અબ્દુલ કાવી, ગુલ હસન, ઈસરાર અને રણજીત પાલને આજીવન કેદ અને 50,000 રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી છે. ફરહાનને ગેરકાયદેસર હથિયાર રાખવાનો દોષી ઠેરવવામાં આવ્યો છે. તેને ચાર વર્ષની જેલ અને 20,000 રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી છે.

નોંધનીય છે કે, 25 જાન્યુઆરી 2005ના રોજ પ્રયાગરાજના ધુમનગંજમાં તત્કાલિન બસપા ધારાસભ્ય રાજુ પાલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે, રાજુપાલની હત્યા માફિયા અતીક અહમદના ભાઈ, અશરફને વિધાનસભા ચૂંટણીમાં હરાવવાના કારણે કરવામાં આવી હતી. આ હત્યા કેસમાં માફિયા અતીક અને તેનો ભાઈ અશરફ પણ દોષિત હતા, પરંતુ પ્રયાગરાજમાં કેટલાક યુવાનોએ તેમની હત્યા કરી નાખી હતી.

હિન્દુસ્થાન સમાચાર / દીપક / પવન / ડો. હિતેશ


 rajesh pande