વડોદરાની અપહ્યુત સગીરાનુ 11 મહિના બાદ સુરતના કારખાનામાંથી રેસ્ક્યુ
સુરત,29 માર્ચ (હિ.સ.) વડોદરામાંથી 11 મહિના પહેલા અપહ્યુત કરાવી સગીરાને પોલીસે સુરતમાંથી શોધી કાઢી
વડોદરાની અપહ્યુત સગીરાનુ 11 મહિના બાદ સુરતના કારખાનામાંથી રેસ્ક્યુ


સુરત,29 માર્ચ (હિ.સ.) વડોદરામાંથી 11 મહિના પહેલા અપહ્યુત કરાવી સગીરાને પોલીસે સુરતમાંથી શોધી કાઢી તેને ભગાડી જનાર યુવકની ધરપકડ કરી છે. વડોદરાના વાડી વિસ્તારમાંથી સગીર કન્યાનું અપહરણ થતાં પોલીસે ગુનો નોંધ્યો હતો. કન્યાને એક પરિચિત યુવક ભગાડી ગયો હોવાની વિગતો મળી હતી. વાડી પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી પરંતુ બંનેનો પત્તો લાગતો ન હતો.

દરમિયાનમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને સગીર કન્યા અને તેને ભગાડી જનારી યુવક સુરતના હીરા ઘસવાના કારખાનામાં હોવાની વિગતો મળતા ગઈકાલે મહિલા પીઆઇ સહિતની ટીમે સર્ચ કર્યું હતું. જે દરમિયાન સગીર કન્યા મળી આવતા તેનું રેસ્ક્યુ કર્યું હતું. જ્યારે તેનું અપહરણ કરનાર વિજય જીતુભાઈ સોલંકી ની અટકાયત કરી વાડી પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ


 rajesh pande