એનઆઈએ એ પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાની આતંકવાદીઓના સહયોગીની સ્થાવર મિલકત જપ્ત કરી
નવી દિલ્હી,19 એપ્રિલ (હિ.સ.) નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાની આતંકવાદીઓ
એનઆઈએ એ પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાની આતંકવાદીઓના સહયોગીની સ્થાવર મિલકત જપ્ત કરી


નવી દિલ્હી,19 એપ્રિલ (હિ.સ.) નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાની આતંકવાદીઓના મુખ્ય સહયોગી સુરત સિંહની સ્થાવર મિલકત જપ્ત કરી છે. આ જપ્તી જલાલાબાદ મોટરસાઈકલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કરવામાં આવી છે. ANI અનુસાર, આ કેસમાં અત્યાર સુધીમાં નવ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. સુરત સિંહ આમાં એક છે. એનઆઈએએ શુક્રવારે આ જાણકારી આપી.

એનઆઈએ અનુસાર, સુરત સિંહ ઉર્ફે સુરતી 2021ના મોટરસાઇકલ બોમ્બ બ્લાસ્ટના આરોપી અને પાકિસ્તાન સ્થિત ડ્રગ્સ અને આર્મ્સ સ્મગલર હબીબ ખાન ઉર્ફે ડોક્ટર અને લખબીર સિંહ ઉર્ફે રોડેનો સહયોગી રહ્યો છે. આ કેસમાં, એનડીપીએસ એક્ટ 1985ની જોગવાઈઓ હેઠળ, પંજાબના ફાઝિલ્કાના મહાતમ નગરમાં રહેતા સુરત સિંહની 13 કનાલ, 17 મરલા અને 5 સરસાઈ જમીન જપ્ત કરવામાં આવી છે.

જલાલાબાદમાં બજાજ પ્લેટિના બાઇકમાં થયેલા ઘાતક વિસ્ફોટના એક દિવસ પછી 16 સપ્ટેમ્બર, 2021ના રોજ પંજાબના ફાઝિલ્કા સદર પોલીસ સ્ટેશનમાં એક્સપ્લોઝિવ એક્ટની કલમ 3 અને 4 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારપછી એનઆઈએ એ 1 ઓક્ટોબર 2021ના રોજ કેસ સંભાળ્યો હતો.

એનઆઈએ ની તપાસમાં બહાર આવ્યું છે કે હબીબ ખાન અને લખબીર સિંહ, સુરત સિંહ અને અન્ય સહયોગીઓ સાથે મળીને પંજાબમાં આતંકવાદી ગેંગ બનાવી હતી. જેનો ઉદ્દેશ્ય વિસ્તારને અસ્થિર કરવા માટે આઈઇડી વિસ્ફોટો અને નાર્કો-ટેરરિસ્ટ રેકેટ ચલાવવાનો હતો.

હિન્દુસ્થાન સમાચાર/બિરાંચી સિંહ/અનુપ


 rajesh pande