કોટક મહિન્દ્રા બેંકના, નવા ક્રેડિટ કાર્ડ અને ઓનલાઈન ખાતા ખોલવા પર પ્રતિબંધ
નવી દિલ્હી, 24 એપ્રિલ (હિ.સ.) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એ, બુધવારે ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ
બેંક


નવી દિલ્હી, 24 એપ્રિલ (હિ.સ.) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એ, બુધવારે ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેંક સામે કડક કાર્યવાહી કરી છે. આરબીઆઈ એ, કોટક મહિન્દ્રા બેંકને તાત્કાલિક અસરથી નવા ક્રેડિટ કાર્ડ જારી કરવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે ઓનલાઈન અને મોબાઈલ બેંકિંગ ચેનલો દ્વારા નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું કે,” બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 35-એ હેઠળ, કોટક મહિન્દ્રા બેંક લિમિટેડને તાત્કાલિક અસરથી કામગીરી બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.” રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, “આમાં નવા ગ્રાહકો અને ઓનલાઈન અને મોબાઈલ બેંકિંગ ચેનલો દ્વારા નવા ક્રેડિટ કાર્ડ જારી કરવાનો પણ સમાવેશ થાય છે. જો કે, બેંક તેના ક્રેડિટ કાર્ડ ગ્રાહકો સહિત તેના વર્તમાન ગ્રાહકોને સેવાઓ પ્રદાન કરવાનું ચાલુ રાખશે.”

બેંક પર આ નિયંત્રણો લાદવાના કારણો સમજાવતા, બેંક રેગ્યુલેટરે કહ્યું કે,” વર્ષ 2022 અને 2023 માટે આરબીઆઈની આઈટી પરીક્ષા અને કોટક મહિન્દ્રા બેંક દ્વારા આ ચિંતાઓને વ્યાપક રીતે સંબોધવામાં સતત નિષ્ફળતાથી નોંધપાત્ર ચિંતાઓ ઉદ્ભવે છે. અને સમયસર તે આના આધારે જરૂરી બન્યું.”

નોંધનીય છે કે, કોટક મહિન્દ્રા બેંકની વેબસાઈટ મુજબ દેશભરમાં તેની 1,780થી વધુ શાખાઓ અને 4.12 કરોડ ગ્રાહકો છે. આ બેંકના 49 લાખથી વધુ લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. તેના 28 લાખથી વધુ ડેબિટ કાર્ડ સક્રિય છે. બેંકમાં એક લાખથી વધુ કર્મચારીઓ કામ કરે છે. જ્યારે બેંકમાં 3.61 લાખ કરોડ રૂપિયાથી વધુ જમા છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / દધીબલ / માધવી


 rajesh pande