સીબીઆઈએ 5 લાખની લાંચ લેતા, હરિયાણાના પોલીસ ઈન્સ્પેક્ટર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી
નવી દિલ્હી, 24 એપ્રિલ (હિ.સ.) સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ની ટીમે, મંગળવારે મોડી સાંજે
સીબીઆઈએ 5 લાખની લાંચ લેતા, હરિયાણાના પોલીસ ઈન્સ્પેક્ટર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી


નવી દિલ્હી, 24 એપ્રિલ (હિ.સ.) સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ની ટીમે, મંગળવારે મોડી સાંજે 5 લાખ રૂપિયાની લાંચ લેતા હરિયાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેના બે સહયોગીઓ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. સીબીઆઈ એ, બુધવારે આ જાણકારી આપી. લેખિત ફરિયાદ બાદ સીબીઆઈ દ્વારા આરોપીઓને પકડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું.

સીબીઆઈના જણાવ્યા અનુસાર, આરોપી ઈન્સ્પેક્ટર તેના સહયોગીઓ સાથે 5 લાખ રૂપિયાની લાંચનો પહેલો હપ્તો લેવા, મંગળવારે મોડી સાંજે ચંદીગઢ સેક્ટર 23 સ્થિત જ્વેલરી શોપ પર પહોંચ્યો હતો. પૈસા લઈ જતાં જ સીબીઆઈએ ઈન્સ્પેક્ટર બલવંત સિંહ સાથે હરપાલ સિંહ, જૈનેન્દ્ર સિંહની ધરપકડ કરી અને તેમની વિરુદ્ધ કેસ નોંધ્યો.

સીબીઆઈના જણાવ્યા અનુસાર, હરિયાણાના પોલીસ ઈન્સ્પેક્ટર બલવંત સિંહ સાઈબર ક્રાઈમમાં તૈનાત છે. તેણે તેની સામેના કેસને દબાવવા માટે ફરિયાદી પાસેથી 40 લાખ રૂપિયાની માંગણી કરી હતી. બાદમાં પાંચ લાખ લેવા સહમત થયા હતા. આરોપ છે કે, હરિયાણા પોલીસના આરોપી ઇન્સ્પેક્ટરે ફરિયાદીને ધમકાવ્યો હતો અને કેસની ચાલી રહેલી તપાસમાં ફરિયાદીને ફસાવવાના બદલામાં આ રકમની માંગણી કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર/બિરંચી સિંહ /અનુપ / ડો. હિતેશ


 rajesh pande