છેલ્લા 60 વર્ષથી કોંગ્રેસ જાતિ અને ધર્મના નામે નફરત ફેલાવવામાં લાગેલી છેઃ અનુરાગ ઠાકુર
નવી દિલ્હી, 24 એપ્રિલ (હિ.સ.) કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આજે કહ્યું કે, કોંગ્રેસ છેલ્લા 60 વર્ષથ
છેલ્લા 60 વર્ષથી કોંગ્રેસ જાતિ અને ધર્મના નામે નફરત ફેલાવવામાં લાગેલી છેઃ અનુરાગ ઠાકુર


નવી દિલ્હી, 24 એપ્રિલ (હિ.સ.) કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આજે કહ્યું કે, કોંગ્રેસ છેલ્લા 60 વર્ષથી જાતિ અને ધર્મના નામે નફરત ફેલાવવામાં લાગેલી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, ધર્મના આધારે ભેદભાવ કર્યો નથી અને 'સબકા સાથ, સબકા વિકાસ'ના અમારા દ્રષ્ટિકોણ હેઠળ બધાનું કલ્યાણ કર્યું છે.

તેમણે કહ્યું કે, ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સૈમ પિત્રોડા કહે છે કે, તમારા મૃત્યુ પછી, તમારી મહેનતની કમાણીમાંથી 55 ટકા સરકાર લઇ લે. શું તમે એવું ઈચ્છો છો? કોંગ્રેસ તમારા પૈસા છીનવીને ઘૂસણખોરોને આપવા માંગે છે.

હૈદરાબાદના ઉમેદવાર માધવી લતા દ્વારા ઉમેદવારી પત્ર ભરવાના પ્રસંગે અનુરાગ ઠાકુરે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, સૈમ પિત્રોડાએ સારું કર્યું કે, તેમણે દેશની જનતાને રાહુલ ગાંધીની વિચારસરણી વિશે જણાવ્યું. વાસ્તવમાં રાહુલ ગાંધીના સલાહકાર સૈમ પિત્રોડા છે. તેઓ તેમના પિતાના માર્ગદર્શક અને ફિલોસોફર અને મિત્ર પણ રહ્યા છે.

અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે, તે ઈચ્છે છે કે કોઈની મહેનતની કમાણી તેમના પોતાના બાળકો પાસે ન જાય, આ પૈસા લોકો પાસેથી 'વસુલી ટેક્સ' તરીકે લેવામાં આવે અને તેમને એ પૈસા આપવામાં આવે, જેઓ કોંગ્રેસની વોટ બેંક છે, ઘૂસણખોરો છે. અને જેઓ મોટા પરિવારો ધરાવે છે.

હિન્દુસ્થાન સમાચાર/વિજયલક્ષ્મી/દધીબલ / ડો. હિતેશ


 rajesh pande