ડીઆરઆઈ એ 10.48 કરોડનું સોનું જપ્ત કર્યું, બે વિદેશી સહિત ચારની ધરપકડ
મુંબઈ, નવી દિલ્હી, 24 એપ્રિલ (હિ.સ.) ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ની ટીમે, દક્ષિણ મુંબ
રજૂ


મુંબઈ, નવી દિલ્હી, 24 એપ્રિલ (હિ.સ.) ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ની ટીમે, દક્ષિણ મુંબઈમાં ઝવેરી બજારમાં સોનું પીગાળવાની ફેક્ટરી પર દરોડા પાડ્યા છે અને 10.48 કરોડ રૂપિયા નું સોનું અને 1.90 લાખ અમરિકન ડોલર જપ્ત કર્યા છે. ડીઆરઆઈએ, અહીં બે આફ્રિકન નાગરિકો સહિત ચાર લોકોની ધરપકડ પણ કરી છે.

ડીઆરઆઈ ના એક અધિકારીએ બુધવારે મીડિયાને જણાવ્યું હતું કે, ડીઆરઆઈને એક ઈનપુટ મળ્યું હતું કે, મુંબઈ એરપોર્ટ દ્વારા આફ્રિકાથી દાણચોરી કરાયેલું સોનું અહીંના ઝવેરી બજારમાં સ્થિત ફેક્ટરીમાં ઓગળવામાં આવે છે, જેથી વિદેશી નિશાનો દૂર કરવામાં આવે. વિદેશી ચિહ્નો દૂર કર્યા પછી, સોનું સ્થાનિક બજારમાં વેચવામાં આવે છે. આ માહિતીના આધારે, સોમવારે ડીઆરઆઈની ટીમે ઝવેરી બજારમાં સ્થિત ફેક્ટરીમાં દરોડો પાડ્યો અને બે લોકોની ધરપકડ કરી અને ત્યાં પીગળવા માટે લાવવામાં આવેલ 9.31 કિલો સોનું જપ્ત કર્યું, જેની કિંમત 10.48 કરોડ રૂપિયા આંકવામાં આવી. આ સિવાય 16.66 કિલો ચાંદી અને 1.90 લાખ અમરિકન ડોલર મળી આવ્યા છે. આ મામલે સઘન તપાસ ચાલી રહી છે.

ડીઆરઆઈ દ્વારા ધરપકડ કરાયેલા બે આરોપીઓના ઈશારે દક્ષિણ મુંબઈની એક હોટલમાંથી મંગળવારે મોડી રાત્રે બે આફ્રિકન નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. ડીઆરઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે, ટીમે ફેક્ટરીમાંથી ઓગળેલું સોનું ખરીદનાર વેપારીની ઓફિસ પર પણ દરોડા પાડ્યા હતા, પરંતુ વેપારી ફરાર થઈ ગયો હતો. આ કેસની સઘન તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ થાય તેવી શક્યતા છે.

હિન્દુસ્થાન સમાચાર / રાજબહાદુર / સુનીલ / ડો. હિતેશ


 rajesh pande