ચૂંટણી પંચે, વડાપ્રધાન મોદી અને રાહુલના નિવેદનો પર, ભાજપ અને કોંગ્રેસને નોટિસ ફટકારી
નવી દિલ્હી, 25 એપ્રિલ (હિં.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા આચારસંહિ
જોલચ


નવી દિલ્હી, 25 એપ્રિલ (હિં.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા આચારસંહિતા ભંગની, ફરિયાદો પર કાર્યવાહી કરતા ચૂંટણી પંચે અનુક્રમે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને નોટિસ પાઠવી છે. પંચનું કહેવું છે કે,’ સ્ટાર પ્રચારક તરીકે નેતાઓની માત્ર પોતાની જવાબદારીઓ જ નથી પરંતુ પાર્ટીની પણ જવાબદારીઓ છે.’

ચૂંટણી પંચે બંને પક્ષોના પ્રમુખો, ભાજપના જેપી નડ્ડા અને કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેને નોટિસ પાઠવીને, તેમના સ્ટાર પ્રચારકોના નિવેદનો અંગે 29 એપ્રિલ સુધીમાં સ્પષ્ટતા માંગી છે. ફરિયાદોની નકલ પણ મોકલી હતી. આયોગે બંને પક્ષોના પ્રમુખોને, તેમના સ્ટાર પ્રચારકોને આદર્શ આચાર સંહિતા પર મનન કરાવવાની સૂચના આપી છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાને 21 એપ્રિલે બાંસવાડામાં નિવેદન આપ્યું હતું. જેમાં તેણે કહ્યું હતું કે,’ લોકોના કમાયેલા પૈસા ઘૂસણખોરોને આપવામાં આવશે.’ બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળના કોટ્ટયમમાં કહ્યું હતું કે,’ ભાજપ એક દેશ, એક ભાષા અને એક ધર્મની વાત કરે છે.’

હિન્દુસ્થાન સમાચાર / અનુપ / દધીબલ / માધવી


 rajesh pande