જરૂર પડ્યે ખાનગી મિલકતનો ઉપયોગ, જાહેર લાભ માટે પણ થઈ શકે છેઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, 25 એપ્રિલ (હિં.સ.) સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે,” જ્યારે જરૂર પડે ત્યારે ખાનગી સંપત્તિનો
કોર્ટ


નવી દિલ્હી, 25 એપ્રિલ (હિં.સ.) સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે,” જ્યારે જરૂર પડે ત્યારે ખાનગી સંપત્તિનો ઉપયોગ, જાહેર હિત માટે પણ કરી શકાય છે.” ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી 9 સભ્યોની બેન્ચે આ ટિપ્પણી કરી છે.

વાસ્તવમાં, 9 સભ્યોની બંધારણીય બેંચ એ પ્રશ્ન પર વિચાર કરી રહી છે કે, શું કોઈની અંગત સંપત્તિને બંધારણની કલમ 39બી અને 31સી હેઠળ, સામુદાયિક ભૌતિક સંસાધન તરીકે ગણી શકાય. શું તેનો ઉપયોગ સરકાર જનહિત માટે કરી શકે? કલમ 39બી જણાવે છે કે,’ સરકાર તેની નીતિ એવી બનાવશે કે, સામુદાયિક ભૌતિક સંસાધનોનું વિતરણ એવી રીતે કરવામાં આવે કે, સામાન્ય લોકોનું કલ્યાણ થાય.’

કોર્ટમાં, મુંબઈના પ્રોપર્ટી ઓનર્સ એસોસિએશન સહિત અન્ય પક્ષકારોએ દલીલ કરી હતી કે,’ રાજ્યના અધિકારીઓ બંધારણીય જોગવાઈના નામે ખાનગી મિલકત પર, કબજો કરી શકતા નથી.’ એસોસિએશનનું કહેવું છે કે,’ આર્ટિકલ 39બી અને 31સીની, બંધારણીય યોજનાઓ હેઠળ મિલકત લઈ શકાતી નથી.’

મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત નવ સભ્યોની બંધારણીય બેંચમાં જસ્ટિસ હૃષીકેશ રાય, જસ્ટિસ બીવી નાગરત્ના, જસ્ટિસ સુધાંશુ ધુલિયા, જસ્ટિસ જેબી પારડીવાલા, જસ્ટિસ મનોજ મિશ્રા, જસ્ટિસ રાજેશ બિંદલ, જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ એજી મસીહનો સમાવેશ થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / સંજય / સુનીત / પવન / માધવી


 rajesh pande