ભારતીય ઐતિહાસિક રેકોર્ડ કમિશનનો, નવો લોગો અને સૂત્ર બહાર પાડવામાં આવ્યુ
નવી દિલ્હી, 25 એપ્રિલ (હિં.સ.) ભારતીય ઐતિહાસિક રેકોર્ડ્સ કમિશન (આઇએચઆરસી) ના હેતુને પ્રતિબિંબિત કરતો
લોગો


નવી દિલ્હી, 25 એપ્રિલ (હિં.સ.) ભારતીય ઐતિહાસિક રેકોર્ડ્સ કમિશન (આઇએચઆરસી) ના હેતુને પ્રતિબિંબિત કરતો નવો લોગો અને સૂત્ર ગુરુવારે બહાર પાડવામાં આવ્યું હતું. આ લોગો આઇએચઆરસી ની થીમ અને વિશિષ્ટતાને સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરે છે. કમળની પાંખડીના આકારના પૃષ્ઠો ઐતિહાસિક રેકોર્ડ જાળવવા માટે, લવચીક નોડલ સંસ્થા તરીકે આઇએચઆરસી ને રજૂ કરે છે. મધ્યમાં આવેલો સારનાથ સ્તંભ ભારતના ભવ્ય ભૂતકાળને દર્શાવે છે. કલર થીમ તરીકે બ્રાઉન ભારતના ઐતિહાસિક રેકોર્ડની જાળવણી, અભ્યાસ અને સન્માન કરવાના સંસ્થાના મિશનને વધુ મજબૂત બનાવે છે.

સંસ્કૃતિ મંત્રાલય અનુસાર આઇએચઆરસી ઐતિહાસિક દસ્તાવેજો, હસ્તપ્રતો, ઐતિહાસિક માહિતીના અન્ય સ્ત્રોતોને ઓળખવા, એકત્ર કરવા, સૂચિબદ્ધ કરવા અને જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આમ કરીને કમિશન એ સુનિશ્ચિત કરે છે કે, ભાવિ પેઢીઓ માટે મૂલ્યવાન ઐતિહાસિક જ્ઞાન સાચવવામાં આવે. તેથી, આ સૂત્ર ઐતિહાસિક દસ્તાવેજોના રક્ષણની ખાતરી કરવા અને વર્તમાન અને ભાવિ પેઢીના લાભ માટે તેને સુલભ બનાવવા માટે કમિશનની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

તે નોંધનીય છે કે આઇએચઆરસી ની વિશિષ્ટ ઓળખ અને તે જે નૈતિકતા દર્શાવે છે. તેનો સ્પષ્ટપણે સંચાર કરવા માટે, 2023 માં માયગોવ પોર્ટલ પર લોગો અને સૂત્ર માટે આમંત્રિત કરવા માટે એક ઓનલાઈન સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી અને કુલ 436 જવાબો પ્રાપ્ત થયા હતા. શૌર્ય પ્રતાપ સિંહ (દિલ્હી) દ્વારા પ્રસ્તુત લોગો અને સૂત્રની પસંદગી કરવામાં આવી હતી. આ સાથે મંત્રાલયે લોગો અને સૂત્ર માટે ચાર-ચાર લોકોને, આશ્વાસન પુરસ્કાર પણ આપ્યા. જેમાં અનુક્રમે મનસ્વી ચંદવાસ્કર (ઈન્દોર), દીપિકા મંડલ (બેંગલુરુ), નોનંદા વર્મા (જોધપુર), શિવાંશી ચૌહાણ (ઉત્તરાખંડ) અને જસનીત કૌરનો (પંજાબ), નરેશ અગ્રવાલ (મધ્યપ્રદેશ), રાજુ ચેટર્જી (પશ્ચિમ બંગાળ), રિંકલ (ભરૂચ, ગુજરાત) નો સમાવેશ થાય છે.

વિજેતાને 50,000 રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે. જ્યારે તમામ આશ્વાસન ઈનામ વિજેતાઓને 5,000 રૂપિયા આપવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયલક્ષ્મી / દધીબલ / માધવી


 rajesh pande