કુલ્લુ પોલીસે 60 હજાર અફીણના છોડનો, નાશ કર્યો
કુલ્લુ, નવી દિલ્હી, 25 એપ્રિલ (હિ.સ.) કુલ્લુ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર બ્રો માં, મોટી માત્રામાં અફીણ
કુલ્લુ પોલીસે 60 હજાર અફીણના છોડનો, નાશ કર્યો


કુલ્લુ, નવી દિલ્હી, 25 એપ્રિલ (હિ.સ.) કુલ્લુ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર બ્રો માં, મોટી માત્રામાં અફીણની ગેરકાયદેસર ખેતીનો નાશ કરવામાં પોલીસને સફળતા મળી છે.

ગઈ કાલે પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે નશાની ખેતીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ દરમિયાન જ્યારે પોલીસ શિલાવટી નજીક પહોંચી, ત્યારે તેમને ખેતરમાં અફીણની ખેતી થતી જોવા મળી હતી.

પોલીસે ગેરકાયદે અફીણની ખેતીનો, નાશ કરી કબ્જે કર્યો હતો.

પોલીસ અધિક્ષક ડૉ. કાર્તિકેયને જણાવ્યું હતું કે, પોલીસે 60 હજાર 590 અફીણના છોડને આકસ્મિક રીતે નાશ કર્યો હતો. પ્રારંભિક તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે, જે જમીન પર અફીણની ખેતી કરવામાં આવી હતી તે મુશ્તરિકા ભાગીદાર સુભાષ ચંદ અને ધમોટા (શિલાવટી) ના રહેવાસી દોરજે છેરીગની છે. પોલીસ તમામ હકીકતો સામે રાખીને તપાસ આગળ ધપાવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / જસપાલ / સુનીલ / ડો. હિતેશ


 rajesh pande