પશ્ચીમ બંગાળના ઉમેદવાર મોહમ્મદ સલીમ પાસે, માત્ર 2500 રોકડા અને તેની પત્ની પાસે ગેરેજમાં બે કાર
કલકતા, નવી દિલ્હી, 25 એપ્રિલ (હિ.સ.) મુર્શિદાબાદ લોકસભા મતવિસ્તારમાંથી માકપાના ઉમેદવાર મોહમ્મદ સલીમ
બંગાળ


કલકતા, નવી દિલ્હી, 25 એપ્રિલ (હિ.સ.) મુર્શિદાબાદ લોકસભા મતવિસ્તારમાંથી માકપાના ઉમેદવાર મોહમ્મદ સલીમ હંમેશા, પોતાની સાદગીના કારણે ચર્ચામાં રહે છે. હવે તેમણે ચૂંટણીને લઈને જે સોગંદનામું દાખલ કર્યું છે તેમાં ઉલ્લેખ છે કે, તેમની પાસે માત્ર 2500 રૂપિયા રોકડા છે અને તેમની પત્ની પાસે તેમના ગેરેજમાં બે કાર છે.

‘હિન્દુસ્થાન સમાચાર’ સાથેની ખાસ વાતચીતમાં સલીમ કહે છે કે, જનસેવા જ તેમનો ઉદ્દેશ્ય છે, તેથી સંચયની જરૂર નથી. કેન્દ્ર અને પશ્ચિમ બંગાળની સરકારો પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે, ભાજપની નરેન્દ્ર મોદી સરકાર જે કરી રહી છે, તેના કરતા પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકારે ખરાબ સ્થિતિ સર્જી છે. બંને સામે લડાઈ છે. આ મુદ્દાને લઈને લોકો વચ્ચે જઈ રહ્યો છું.

મોહમ્મદ સલીમે, તેમના વિદ્યાર્થીકાળ દરમિયાન જ એસએફઆઈ સભ્ય તરીકે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. બાદમાં તેમણે માકપા માં ઘણા હોદ્દા સંભાળ્યા. વરિષ્ઠ નેતા મોહમ્મદ સલીમ, ડાબેરી શાસન દરમિયાન રાજ્યકક્ષાના મંત્રી હતા. રાજ્યમાં તૃણમૂલ સત્તામાં આવ્યા પછી પણ તેઓ ચૂંટણી જીત્યા અને સાંસદ બન્યા. હાલમાં રાજ્યમાં માકપા ની જવાબદારી તેમના ખભા પર છે. મોહમ્મદ સલીમ, આગામી લોકસભા ચૂંટણીમાં મુર્શિદાબાદ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પ્રકાશ / ગંગા / સંજીવ / ડો. હિતેશ


 rajesh pande