કટોકટી લાદનાર કોંગ્રેસ પાસેથી, લોકશાહીનું જ્ઞાન લેવાની જરૂર નથીઃ અનુરાગ ઠાકુર
નવી દિલ્હી, 25 એપ્રિલ (હિં.સ.) કેન્દ્રીય મંત્રી અને હમીરપુરથી ભાજપના ઉમેદવાર અનુરાગ ઠાકુરે, ચંડીગઢ લ
ૂપકહી


નવી દિલ્હી, 25 એપ્રિલ (હિં.સ.) કેન્દ્રીય મંત્રી અને હમીરપુરથી ભાજપના ઉમેદવાર અનુરાગ ઠાકુરે, ચંડીગઢ લોકસભા મતવિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર મનીષ તિવારી પર, લોકશાહી પરના નિવેદન બદલ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે,” જે પાર્ટી 60 વર્ષથી સત્તામાં હતી અને જેણે ઈમરજન્સી લાદી હતી તે પાર્ટી પાસેથી, લોકશાહીનું જ્ઞાન લેવાની કોઈ જરૂર નથી. ઇન્દિરા ગાંધી દ્વારા લોકશાહીની હત્યા કરવામાં આવી હતી. જેના માટે દેશને નુકશાન વેઠવું પડ્યું હતું. કોંગ્રેસના કાર્યકાળમાં, એરપોર્ટથી લઈને દરેક જગ્યાએ એક જ પરિવારના લોકોના નામ દેખાતા હતા.”

અનુરાગ ઠાકુરે હમીરપુરમાં એક કાર્યક્રમ દરમિયાન પત્રકારોને કહ્યું હતું કે,” જે પાર્ટી 60 વર્ષ સુધી સત્તામાં રહી અને જેણે ઈમરજન્સી લાદી હતી તેના પાસેથી લોકશાહીનું જ્ઞાન લેવાની કોઈ જરૂર નથી. ઇન્દિરા ગાંધી દ્વારા લોકશાહીની હત્યા કરવામાં આવી હતી. જેના માટે દેશને ફટકો પડ્યો હતો. કોંગ્રેસના કાર્યકાળમાં એરપોર્ટથી લઈને દરેક જગ્યાએ એક જ પરિવારના લોકોના નામ દેખાતા હતા.”

તેમણે કહ્યું કે,” જ્યારે કોંગ્રેસના લોકો કહે છે કે, દેશમાં લોકશાહી ખતમ થઈ ગઈ છે ત્યારે તેમના માટે એક જ સંદેશ છે કે, તેમના જ્ઞાનની દેશને જરૂર નથી. કાશ્મીરમાં કલમ 370, 35 (એ) લાગુ કરવી એ પંડિત જવાહરલાલ નેહરુની સૌથી મોટી ભૂલ હતી. જ્યારે મોદી સરકાર દ્વારા કલમ 370, 35 (એ) હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં પંચાયત ચૂંટણી, ડીડીસીની ચૂંટણીઓ યોજાઈ હતી. હવે વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે. કોંગ્રેસ દરેક ચૂંટણી સમયે દેશને ગેરમાર્ગે દોરે છે.”

ઉલ્લેખનીય છે કે, મનીષ તિવારીએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપ લોકતંત્રને નષ્ટ કરવા માંગે છે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન / માધવી


 rajesh pande