કોંગ્રેસ એસસી, એસટી, ઓબીસી વર્ગોને નફરત કરે છેઃ નડ્ડા
નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ.સ.) ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે
કોંગ્રેસ એસસી, એસટી, ઓબીસી વર્ગોને નફરત કરે છેઃ નડ્ડા


નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ.સ.) ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. નડ્ડાએ કહ્યું કે, કોંગ્રેસ એસસી, એસટી અને ઓબીસી વર્ગોને નફરત કરે છે.

નડ્ડાએ શુક્રવારે એક્સ પોસ્ટમાં કહ્યું કે, કોંગ્રેસ અને આઈએનડીઆઈ ગઠબંધનનો છુપાયેલ એજન્ડા એસસી, એસટી અને ઓબીસી વર્ગોના અધિકારો છીનવીને મુસ્લિમોને આપવાનો છે. કોંગ્રેસનું કહેવું છે કે, દેશના સંસાધન પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે, સંસાધન પર પહેલો અધિકાર ગરીબોનો છે. તેમણે કહ્યું કે, તત્કાલિન વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહે ભૂલથી આ નિવેદન આપ્યું ન હતું. તેમણે આ જાણી જોઈને કર્યું, કારણ કે તેઓ એપ્રિલ 2009માં મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પ્રશ્ન પર પોતાના નિવેદન પર અડગ રહ્યા હતા. ડૉ. સિંહે કહ્યું હતું કે, લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમોને પ્રાથમિકતા આપવી જોઈએ અને દેશના સંસાધનો પર તેમનો પ્રથમ અધિકાર હોવો જોઈએ. તેમણે કહ્યું કે, સચ્ચર સમિતિના રિપોર્ટ દ્વારા ખોટા નિવેદનો કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે, મુસ્લિમોની હાલત દલિતો કરતા પણ ખરાબ છે.

હિન્દુસ્થાન સમાચાર/વિજયલક્ષ્મી/પવન / માધવી


 rajesh pande