પીએમ મોદીએ બંગાળમાં કહ્યું- મમતા સરકારના મંત્રીઓ, કેન્દ્રથી મોકલેલા પૈસા ખાઈ જાય છે
કોલકતા, નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ.સ.) શુક્રવારે દેશભરના 13 રાજ્યોની 88 બેઠકો પર બીજા તબક્કાના મતદાનન
નમો


કોલકતા, નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ.સ.) શુક્રવારે દેશભરના 13 રાજ્યોની 88 બેઠકો પર બીજા તબક્કાના મતદાનની વચ્ચે, ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી. અહીં તેમણે મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, કેન્દ્ર તરફથી બંગાળની જનતાને જે પણ પૈસા મોકલવામાં આવે છે તે મમતા બેનર્જીના મંત્રીઓ અને નેતાઓ ઉઠાવી જાય છે.

માલદામાં રેલીને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, તમે લોકો એટલી મોટી સંખ્યામાં આવ્યા છો કે મેદાન નાનું થઈ ગયું છે. પીએમ મોદીએ કહ્યું કે, તમે લોકો અહીં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો. આ માટે હું માફી માંગુ છું. બંગાળ માટે ચિંતિત હોવાની વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, મને લાગે છે કે કાં તો હું મારા પાછલા જન્મમાં બંગાળમાં જન્મ્યો હતો અથવા મારો આગામી જન્મ અહીં જ થવાનો છે.

તૃણમૂલ સરકાર પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે, અહીં શું નથી થઈ રહ્યું. શિક્ષક કૌભાંડ, રાશન કૌભાંડ, બધું અહીં ચાલે છે. તેમણે કહ્યું કે, આ લોકોએ આયુષ્માન યોજના બંધ કરી દીધી છે જે ગરીબોને 5 લાખ રૂપિયાની મફત સારવાર આપે છે. આ સિવાય અમે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ બંગાળના ખેડૂતોને આઠ હજાર કરોડ રૂપિયા મોકલ્યા છે. આને પણ બંગાળની ટીએમસી સરકારે રોકી દીધા છે.

વડાપ્રધાને કહ્યું કે, તૃણમૂલને તમારી ચિંતાઓ અને સમસ્યાઓ સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ ઈચ્છે છે કે, વંદે ભારત ટ્રેન બંગાળમાં બંધ થાય. અમે કહીએ છીએ કે, માલદાના ખેડૂતોની કેરી અને મખાના આખી દુનિયામાં પ્રખ્યાત છે. તેમની આવક વધવી જોઈએ અને તેમને વધુ પૈસા મળવા જોઈએ. અમે કહીએ છીએ કે, અમે આ માટે ફૂડ પ્રોસેસિંગ યુનિટ સ્થાપીશું પરંતુ તૃણમૂલના લોકો કહે છે કે, અમને કટ મની મળી જવી જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે, મા, માટી અને માનુષના નામ પર આવેલી તૃણમૂલે, મહિલાઓને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે.

મોદીએ કહ્યું કે, અમે મુસ્લિમ મહિલાઓને ન્યાય આપવા માટે ટ્રિપલ તલાક નાબૂદ કર્યો, પરંતુ તૃણમૂલ સરકાર તેની વિરુદ્ધ હતી. આ સિવાય તે સંદેશખાલીમાં મહિલાઓ પર અત્યાચાર કરનાર વ્યક્તિને બચાવતી રહી. નાગરિકતા સંશોધન કાયદા પર તેમણે કહ્યું કે, જો કોઈ પણ દેશમાં હિન્દુ, બૌદ્ધ, શીખ અને ખ્રિસ્તી લોકો પર અત્યાચાર થાય છે, તો તેઓ ક્યાં જશે. અમે એવા લોકોને નાગરિકતા આપી રહ્યા છીએ. દેશની સંપત્તિ મુસ્લિમોમાં વહેંચવાની કોંગ્રેસની યોજના પર ફરી એકવાર તેમણે કહ્યું કે, તેઓ કહે છે કે અમારી પાસે એક્સ-રે છે, જેના દ્વારા અમે શોધીશું કે કોની પાસે શું છે અને તે લઇ લેશું.

ટીએમસી અને કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે, ટીએમસી અને કોંગ્રેસને સાથે રાખવા માટે તુષ્ટિકરણ સૌથી મોટો ચુંબક છે. આ બંને પક્ષ તુષ્ટિકરણ માટે કંઈ પણ કરી શકે છે. તુષ્ટિકરણ ખાતર, આ લોકો રાષ્ટ્રીય હિતમાં લીધેલા દરેક નિર્ણયને પલટાવવા માંગે છે. તૃણમૂલના લોકો પણ રાહુલ ગાંધીના આ ઈરાદા સાથે છે. વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસ તમારી જમીન અને ખેતરો પર ઘૂસણખોરોનો કબજો કરાવે છે.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પ્રકાશ / સુનીત / ડો. હિતેશ


 rajesh pande