વીવીપેટ પર અરજીમાં, કોંગ્રેસ સાથે કોઈ સંબંધ નથી: જયરામ રમેશ
નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ.સ.) કોંગ્રેસે શુક્રવારે વીવીપેટ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સીધી ટિપ્પણી
કોંગ્રેસ


નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ.સ.) કોંગ્રેસે શુક્રવારે વીવીપેટ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સીધી ટિપ્પણી કરી ન હતી. પાર્ટીએ એ પણ નકારી કાઢ્યું છે કે,’ તેને અરજી સાથે કોઈ લેવાદેવા નથી.’

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે,’ કોંગ્રેસ આ અરજીનો ભાગ નથી. જો કે, પાર્ટી વીવીપેટ દ્વારા મતોની ગણતરી પર અમારું રાજકીય અભિયાન ચાલુ રહેશે.’

જયરામ રમેશે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે,’ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વીવીપેટ પરની અરજીનો પ્રત્યક્ષ કે, પરોક્ષ રીતે પક્ષ નથી. જેને સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી છે.’ તેમણે એમ પણ કહ્યું કે,’ અમે બે જજની બેન્ચના નિર્ણયની નોંધ લીધી છે. અમારું રાજકીય અભિયાન, ચૂંટણી પ્રક્રિયામાં જનતાનો વિશ્વાસ વધારવા વીવીપેટ ના વધુ ઉપયોગ પર ચાલુ રહેશે.’

નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે આજે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) દ્વારા, મત ગણતરીને સમર્થન આપ્યું હતું અને વોટર વેરિફાઈબલ પેપર ઓડિટ ટ્રેઈલ (વીવીપેટ) દ્વારા, 100 ટકા વેરિફિકેશનની માંગને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે બેલેટ પેપર વોટિંગમાં પાછા ફરવાની અરજીકર્તાઓની વિનંતીને પણ ફગાવી દીધી હતી.

સુપ્રીમ કોર્ટ દ્વારા, એવો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે,’ પરિણામ જાહેર થયા બાદ ઉમેદવારો પાસે ઈવીએમના માઇક્રોકન્ટ્રોલર પ્રોગ્રામની ચકાસણી એન્જિનિયરોની ટીમ દ્વારા, કરાવવાનો વિકલ્પ હશે પરંતુ આ માટે ઉમેદવારે સાત દિવસમાં વિનંતી કરવાની રહેશે.’

હિન્દુસ્થાન સમાચાર / બિરંચી સિંહ / અનુપ / માધવી


 rajesh pande