લોકસભાની ચૂંટણી હેઠળ 179- વલસાડ બેઠક પર 85 વર્ષથી વધુ વયના 136મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ
વલસાડ,27 એપ્રિલ (હિ.સ.) લોકસભા સામાન્ય ચૂંટણી - 2024 7 મે ના રોજ યોજાનાર છે, જે અંતર્ગત 26- વલસાડ
પોસ્ટલ


વલસાડ,27 એપ્રિલ (હિ.સ.) લોકસભા સામાન્ય ચૂંટણી - 2024 7 મે ના રોજ યોજાનાર છે, જે અંતર્ગત 26- વલસાડ (અ.જ.જા.) સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ 179- વલસાડ વિધાનસભા મતદાર વિભાગના વિસ્તારમાં 85 વર્ષથી વધુ વયના તેમજ 40 ટકા થી વધુ બેંચમાર્ક ડિસેબીલીટી ધરાવતા દિવ્યાંગ મતદારોના ઘરે મતદાન કરાવવા માટે માઈક્રો ઓબ્ઝર્વર, મતદાન અધિકારી, મદદનીશ મતદાન અધિકારી, પોલીસ, ઝોનલ અધિકારી તથા વીડિયોગ્રાફર દ્વારા રચાયેલી કુલ 10 ટીમો દ્વારા 26 એપ્રિલ 2024થી પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની કામગીરી આરંભાઈ છે. જેમાં 85 વર્ષથી વધુ વયના તેમજ દિવ્યાંગ મતદારોનો જુસ્સો જોવા મળ્યો હતો. જેમાં 85 વર્ષથી વધુના કુલ140 કુલ મતદારોમાંથી 136 મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ હતુ. જ્યારે 40 ટકાથી વધુ બેચમાર્ક ડિસેબીલીટી ધરાવતા કુલ 169 દિવ્યાંગ મતદારોમાંથી ૧૬૫ મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ હતું.

હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ


 rajesh pande