સુરત જિલ્લાના 9 વિધાનસભા મતવિસ્તારોના 14,967 દિવ્યાંગ મતદારો લોકસભાની ચૂંટણીમાં સહભાગી થશે
સુરત,27 એપ્રિલ (હિ.સ.) લોકશાહીમાં મતાધિકારનું આગવું મહત્વ રહ્યું છે. લોકશાહીમાં નાગરિકો લોકશાહીના પ
સુરત જિલ્લાના 9 વિધાનસભા મતવિસ્તારોના 14,967 દિવ્યાંગ મતદારો લોકસભાની ચૂંટણીમાં સહભાગી થશે


સુરત,27 એપ્રિલ (હિ.સ.) લોકશાહીમાં મતાધિકારનું આગવું મહત્વ રહ્યું છે. લોકશાહીમાં નાગરિકો લોકશાહીના પર્વ સમાન ચૂંટણીમાં મતદાન કરી પસંદગીના જનપ્રતિનિધિઓ પસંદ કરે છે. ત્યારે આગામી

તા.07મી મેના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 દરમિયાન કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય એની તકેદારી રાખવામાં આવી રહી છે. દિવ્યાંગ મતદારોની અલગથી ઓળખ કરી તેઓ પણ લોકશાહીના સૌથી મોટા પર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીના નેતૃત્વમાં ચૂંટણી તંત્ર કાર્યરત છે. સુરત-24 લોકસભા સંસદીય બેઠક બિનહરિફ થઈ છે, ત્યારે સુરત-24 બેઠકમાં આવતા 7 વિધાનસભા મતવિસ્તારો સિવાય 156-માંગરોળ, 157-માંડવી, 158-કામરેજ, 163-લિંબાયત, 164-ઉધના, 165-મજુરા,168-ચોર્યાસી, 169-બારડોલી અને 170-મહુવામાં તા.7મી મે ના રોજ ચૂંટણી યોજાનાર છે. જેમાં માંગરોળ વિધાનસભામાં 1,168 દિવ્યાંગ મતદારો, માંડવીમાં 1,132, કામરેજમાં 3,632,લિંબાયતમાં 1,541, ઉધનામાં 956, મજુરામાં 683, ચોર્યાસીમાં 3,098, બારડોલીમાં 1,787અને મહુવામાં 970 મતદારો મળીને કુલ 14,967 દિવ્યાંગ મતદારો પોતાના મતાધિકારનો

ઉપયોગ કરશે. દિવ્યાંગોમાં સૌથી વધુ કામરેજ વિધાનસભામાં 2,070 પુરૂષ દિવ્યાંગ મતદાર અને 1,562 મહિલા જ્યારે મજુરામાં સૌથી ઓછા 683 દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે. અત્રે નોંધનીય છે કે, માત્ર 7 વિધાનસભા મતવિસ્તારો (1) 155-ઓલપાડ (2) 159-સુરત પૂર્વ (3) 160-સુરત ઉત્તર (4) 161-વરાછા રોડ (5)162-કરંજ (6) 166-કતારગામ (7) 167-સુરત પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારોમાં તા.07/05/2024 ના રોજ ચૂંટણી યોજાનાર નથી. તે સિવાયના શહેરમાં સમાવિષ્ટ વિધાનસભા મતવિસ્તારો (1) 163-લિંબાયત (2) 164-ઉધના (3) 165-મજુરા (4) 168-ચોર્યાસીનો ૨૫-નવસારી સંસદીય મતવિસ્તારમાં સમાવેશ થતો હોવાથી આ વિધાનસભાઓના તમામ મતદાન મથકોમાં સવારે 07.00થી સાંજે 06.00 વાગ્યા સુધી મતદાન યોજાશે. તેવી જ રીતે ર૩-બારડોલી સંસદીય મતવિસ્તારોમાં સમાવિષ્ટ (1) 156-માંગરોળ (2) 157-માંડવી (3) 158-કામરેજ (4) 169-બારડોલી અને (5)170-મહુવા વિધાનસભા મતવિસ્તારોના દરેક મતદાન મથકોમાં તેમજ આપ્રમાણે 23-બારડોલી સંસદીય મતવિસ્તારોમાં સમાવિષ્ટ (1) 156-માંગરોળ (2) 157-માંડવી (3) 158-કામરેજ (4) 169- બારડોલી અને (5) 170-મહુવા વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન યોજાનાર છે. આમ સુરત શહેરમાં સમાવિષ્ટ 7 વિધાનસભામાં મતવિસ્તારો સિવાય તમામ વિસ્તારોમાં ચૂંટણી યોજાનાર છે. જેથી આ7 વિધાનસભા મતવિસ્તારો સિવાયના મતદારોએ તા.7મી એ પોતાના મતદાન મથકોએ જઈ મતદાન કરવા અનુરોધ છે.

હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ


 rajesh pande