મોડાસાના શામપુર ગામે માઇન્સમાં કરાયેલા બ્લાસ્ટિંગને કારણે ફેલાયેલા ઝેરીવાયુને લઈ ગામ લોકોને શ્વાસમાં તકલીફ, 4 લોકોને સારવાર અર્થે એડમિટ કરાયા
મોડાસા, 27 એપ્રિલ(હિ. સ.)કોઈપણ વેપાર કે ઉદ્યોગ હોય તેના દ્વારા થતા પ્રદુષણની અસર માનવ વસ્તીને ના થાય
મોડાસાના શામપુર ગામે માઇન્સમાં કરાયેલા બ્લાસ્ટિંગને કારણે ફેલાયેલા ઝેરીવાયુને લઈ ગામ લોકોને શ્વાસમાં તકલીફ, 4 લોકોને સારવાર અર્થે એડમિટ કરાયા


મોડાસા, 27 એપ્રિલ(હિ. સ.)કોઈપણ વેપાર કે ઉદ્યોગ હોય તેના દ્વારા થતા પ્રદુષણની અસર માનવ વસ્તીને ના થાય તેનું ધ્યાન રાખવું પડતું હોય છે અને જે તે ઉદ્યોગ ની પરવાનગી આપનાર વિભાગોએ પણ કોઈના આરોગ્યને નુકસાન ના થાય એ જોઈને પરવાનગી આપવી પડે. ત્યારે મોડાસાના શામપુર ગામે આવેલા લીઝમાં બ્લાસ્ટિંગના કારણે ગ્રામજનોને ઝેરી પ્રદુષણની અસર જોવા મળી હતી.

મોડાસાના શામપુર ગામે રહીશોના રહેણાંક નજીક આવેલા ડુંગર પર કપચી માટેની લીઝ મંજૂર કરી હતી. જેના કારણે દરરોજ બ્લાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ બ્લાસ્ટિંગના કારણે આસપાસના વિસ્તારોમાં ભારે પ્રદુષણ ફેલાય છે. જેના કારણે ધૂળ અને રજકણો ઊડતી હોય છે જે આરોગ્ય માટે જોખમી છે. ગત રોજ રાત્રિના સમયે શામપુર ગામે ભારે બ્લાસ્ટિંગ કર્યું જેના કારણે ઝેરી વાયુ ફેલાયો હોય એ રીતે ગામવાસીઓને શ્વાસની તકલીફ પડે છે. ચાર વૃદ્ધોને શ્વાસની ભારે તકલીફ થઇ હતી. તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે અને આ બાબતે ખાણ ખનીજ વિભાગ ને પણ જાણ કરાઈ છે અને પ્રદુષણના કારણે આરોગ્ય માટે ખતરારૂપ રહેણાંક વિસ્તારથી નજીક આવેલી લીઝ બંધ કરવા માગ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ/હર્ષ શાહ


 rajesh pande