પ્રાંતિજના આમોદરા પાસે નરેન્દ્ર મોદીની ચૂંટણી પ્રચારની સભા યોજાશે; હેલીપેડ અને ડોમ બનાવવાની કામગીરી પુરજોશમાં જોવા મળી
મોડાસા,27 એપ્રિલ(હિ. સ.)ગુજરાતમાં ત્રીજા તબક્કાની ચૂંટણી માટેનું મતદાન 7 મેના રોજ થવાનું છે ત્યારે,
પ્રાંતિજના આમોદરા પાસે નરેન્દ્ર મોદીની ચૂંટણી પ્રચારની સભા યોજાશે; હેલીપેડ અને ડોમ બનાવવાની કામગીરી પુરજોશમાં જોવા મળી


મોડાસા,27 એપ્રિલ(હિ. સ.)ગુજરાતમાં ત્રીજા તબક્કાની ચૂંટણી માટેનું મતદાન 7 મેના રોજ થવાનું છે ત્યારે, દેશના વડાપ્રધાન ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર શરુ કરશે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં 1 મેના રોજ ચૂંટણીની જાહેરસભા યોજાશે. જેને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.

હિંમતનગરથી તલોદ રોડ પર આવેલ પ્રાંતિજ તાલુકાના આમોદરા ગામ નજીક દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણીની સભા યોજાશે. જેને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. પ્રાંતિજ તાલુકાના આમોદરા અને આરસોડા ગામ પાસે 50થી વધુ હેક્ટરમાં સભા યોજાવાની છે. જેને લઈને તંત્ર દ્વારા ચાર જેટલા હેલીપેડ બનાવવાની કામગીરી શરુ કરી દેવાઈ છે.

બીજીતરફ સભા માટેના ડોમ પણ લગાવવા સાથે લેવલીંગનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. 1લી મેના રોજ બનાસકાંઠાના ડીસામાં સવારે ચૂંટણી સભા યોજાશે. જ્યારે સાંજે સાબરકાંઠામાં વિશાળ જગ્યામાં વિશાળ ચૂંટણી સભા યોજાશે. જેને લઈને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ/હર્ષ શાહ


 rajesh pande