મોડાસાની રત્નદીપ અને ઋષિકેશ સોસાયટીના રહીશો ભૂગર્ભ ગટરની સમસ્યાથી ત્રસ્ત
મોડાસા, 27 એપ્રિલ (હિ.સ.)શહેર હોય કે ગામડું જનતા કોઈને કોઈ વિકાસકીય મુદ્દાને લઈ પરેશાન છે ત્યારે લોક
મોડાસાની રત્નદીપ અને ઋષિકેશ સોસાયટીના રહીશો ભૂગર્ભ ગટરની સમસ્યાથી ત્રસ્ત


મોડાસા, 27 એપ્રિલ (હિ.સ.)શહેર હોય કે ગામડું જનતા કોઈને કોઈ વિકાસકીય મુદ્દાને લઈ પરેશાન છે ત્યારે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે રહીશોએ 'રોડ નહીં તો વોટ નહીં'ની ચીમકી ઉચ્ચારી છે.

મોડાસા શહેરમાં નગરપાલિકા દ્વારા મોટાભાગની સોસાયટીઓમાં પાકા સીસી રોડની સુવિધાઓ પુરી પડાઈ છે પણ રત્નદીપ અને ઋષિકેશ સોસાયટીના અમુક વિસ્તારમાં હજુ પણ પાકા રોડની સુવિધા પહોંચી નથી. ભૂગર્ભ ગટરની સમસ્યા પણ સતાવી રહી છે ત્યારે આ વિસ્તારના રહીશો રોષે ભરાયા છે. આ વિસ્તારમાં રોડ ના હોવાથી ભારે ગંદકી થાય છે. જેથી મચ્છરોનો પણ ઉપદ્રવ વધતો જાય છે ત્યારે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ વિસ્તારના રહીશોએ દેખાવો યોજ્યા અને 'રોડ નહીં તો વોટ નહીં'ની ચીમકી ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું છે ત્યારે આ વિસ્તારમાં પાકા રોડની સુવિધા પ્રાપ્ત થાય એવી રહીશોની માગ છે.

હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ/હર્ષ શાહ


 rajesh pande