ધરમપુરના લેડી વિલ્સન મ્યુઝિયમમાં નિ:શુલ્ક સમર કેમ્પ યોજાશે
વલસાડ,27 એપ્રિલ (હિ.સ.) દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે વલસાડ જિલ્લાના ધરમપુરના ધી લેડી
ધરમપુરના લેડી વિલ્સન મ્યુઝિયમમાં નિ:શુલ્ક સમર કેમ્પ યોજાશે


વલસાડ,27 એપ્રિલ (હિ.સ.) દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે વલસાડ જિલ્લાના ધરમપુરના ધી લેડી વિલ્સન મ્યુઝીયમમાં ઉનાળુ વેકેશન દરમિયાન “અમ્યુઝમેન્ટ ઇન અ મ્યુઝિયમ” નિઃશૂલ્ક સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઉનાળાની રજાનો પ્રારંભ થતા તા. 09 મે થી 25 મે 2024 દરમ્યાન વિદ્યાર્થીઓ માટે વારલી ચિત્રકલા, મધુબની ચિત્રકલા અને પીથોરા ચિત્રકલાનો ત્રિદિવસીય વર્કશોપ ત્રણ બેચમાં ચાલશે, જેમાં નિ:શુલ્ક દરે ઉપરોક્ત ચિત્રકલા શીખવવામાં આવશે. આ વર્કશોપમાં ભાગ લેવા માટે રસ ધરાવતા વિદ્યાર્થીઓએ 29 એપ્રિલ થી રૂબરૂ હાજર રહી ઓફિસ સમય દરમ્યાન રજીસ્ટ્રેશન ફોર્મ ભરી નોંધણી કરાવવાની રહેશે.

હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ


 rajesh pande