એમપીના કુખ્યાત વાહન ચોર ચીખોડા ગેંગનો મુખ્ય સુત્રધાર ઝડપાયો
સુરત,27 એપ્રિલ (હિ.સ.) મધ્યપ્રદેશના અલીરાજપુરની કુખ્યાત વાહન ચોર ચીખોડા ગેંગના મુખ્ય સુ્ત્રધાર અને
એમપીના કુખ્યાત વાહન ચોર ચીખોડા ગેંગનો મુખ્ય સુત્રધાર ઝડપાયો


સુરત,27 એપ્રિલ (હિ.સ.) મધ્યપ્રદેશના અલીરાજપુરની કુખ્યાત વાહન ચોર ચીખોડા ગેંગના મુખ્ય સુ્ત્રધાર અને 27 ગુનાના વોન્ટેડ દિનેશ મસાનીયાએ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે એમપીના અલીરાજપુર ખાતેથી જાહેરમાં દબોચી પાડ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ નાસતા ફરતા સ્કવોડના માણસોએ બાતમીના આધારે મખ્યપ્રદેશના અલીરાજપુર ઉમરાલી બજાર ખાતેથી દિનેશ ઉર્ફે દિનુ કેમતા મસાનીયા (ઉ.વ.30.રહે,વડી ઉતાવલી ગામ પંચાયત ફળીયા સોઢવા અલીરાજપુર મધ્યપ્રદેશ)ને ઝડપી પાડ્યો હતો. દિનેશની પ્રાથમિક પુછપરછમાં પોતે તેના સાગરીત વિકાસ નાના ચૌહાણ, જયરામ હેમતા બામણીયા, મુકેશ ચૌહાણ, નરેશ ગુજરીયા કલેશ, નજરીયા ઉર્ફે નજરૂ કેન્રીયા તોમર સાથે મળી છેલ્લા સાત આઠ વર્ષથી સુરત શહેર, ગ્રામ્ય તેમજ છોટા ઉદેપુર, કવાંટ અને પાનવડ વિસ્તારમાં 27 જેટલા વાહનોની ચોરી કરી હતી. જે તમામ ગુનાઓમાં પોતે વોન્ટેડ હોવાની કબુલાત કરી હતી.

ક્રાઈમ બ્રાન્ચે અગાઉ તેના સાગરીત નજરીયા તોમરને રૂપિયા 3.53 લાખની કિંમતના 11 વાહનો સાથે ઝડપી સુરત શહેર અને ગ્રામ્યના 21 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. વધુમાં દિનેશ સુરતમાં સરથાણા, વરાછા, કાપોદ્રાના મળી 167, કામરેજના પાંચ, પલસાણાના બે, છોટા ઉદેપુર, કવાંટ અને પાનવડ પોલીસ મથકના એક-એક ગુનાના મળી 27 ગુનામાં વોન્ટેડ હતો.

હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ


 rajesh pande