પેરિસ 2024 મહિલા ફૂટબોલ ગ્રુપ મેચમાં, ફ્રાન્સે કોલંબિયાને હરાવ્યું
પેરિસ, નવી દિલ્હી,26 જુલાઇ (હિ.સ.) ફ્રાન્સે ગુરુવારે પેરિસ ઓલિમ્પિકમાં તેમની પ્રથમ મહિલા ફૂટબોલ ગ્રૂપ મેચમાં, કોલંબિયાને 3-2થી હરાવીને તેમના અભિયાનની શરૂઆત કરી હતી. યજમાન ફ્રાન્સે મેચમાં ઝડપી શરૂઆત કરી હતી, અને છઠ્ઠી
મેચ


પેરિસ, નવી દિલ્હી,26 જુલાઇ (હિ.સ.)

ફ્રાન્સે ગુરુવારે પેરિસ ઓલિમ્પિકમાં તેમની પ્રથમ મહિલા ફૂટબોલ ગ્રૂપ મેચમાં,

કોલંબિયાને 3-2થી હરાવીને તેમના

અભિયાનની શરૂઆત કરી હતી.

યજમાન ફ્રાન્સે મેચમાં ઝડપી શરૂઆત કરી હતી, અને છઠ્ઠી

મિનિટે મેરી-એન્ટોઇનેટ કોટોટોએ ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી.

કેન્ઝા ડાલીએ 18મી મિનિટે લાંબા શોટ વડે ગોલ કરીને, ફ્રાન્સને 2-0ની લીડ અપાવી

હતી. 42મી મિનિટે

કાટોટોએ ફરી એકવાર, ગોલ કરીને ફ્રાન્સને 3-0થી આગળ કરી દીધું હતું.

બ્રેક બાદ કોલંબિયાએ પુનરાગમન કર્યું અને 54મી મિનિટે,

કેટાલિના ઉસ્મેએ પેનલ્ટી કિક દ્વારા ગોલ કરીને સ્કોર 3-1 કરી દીધો.

ત્યારબાદ 64મી મિનિટે મેન્યુએલા પાવીએ કોલંબિયા માટે, બીજો ગોલ કર્યો

અને સ્કોર 3-2 થઈ ગયો. જો કે

યજમાન ટીમે ફરી એકતા દાખવી હતી, અને છેક સુધી પોતાની લીડ જાળવી રાખી હતી.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે / માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande