ગંગોત્રીધામમાં ગંગા નદીમાં ઉછાળો, શિવાનંદ કુટીરમાં પાણી ઘુસ્યા, એસડીઆરએફ એ સાધુઓ સહિત 10 લોકોને બચાવ્યા.
ઉત્તરકાશી, નવી દિલ્હી, 27 જુલાઈ (હિ.સ.). ઉત્તરાખંડના વિશ્વ પ્રસિદ્ધ ગંગોત્રીધામમાં શનિવારે, માં ગંગાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગંગા નદીની ગતિમાં અચાનક વધારો થતાં શિવાનંદ કુટીર આશ્રમમાં પાણી ઘૂસી ગયા હતા. જેના કારણે કેટલાક સાધુઓ સહિત કુલ 10 લોકો કુ
ગંગા


ઉત્તરકાશી, નવી દિલ્હી, 27 જુલાઈ (હિ.સ.). ઉત્તરાખંડના વિશ્વ પ્રસિદ્ધ ગંગોત્રીધામમાં શનિવારે, માં ગંગાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગંગા નદીની ગતિમાં અચાનક વધારો થતાં શિવાનંદ કુટીર આશ્રમમાં પાણી ઘૂસી ગયા હતા. જેના કારણે કેટલાક સાધુઓ સહિત કુલ 10 લોકો કુટીર માં ફસાઈ ગયા હતા.

ગંગા નદીનું જળસ્તર વધતાં શિવાનંદ કુટીરનો ગેટ ધોવાઇ ગયો હતો અને સુરક્ષા દિવાલને નુકસાન થયું હતું અને પાણી પ્રવેશ્યું હતું. માહિતી મળતા જ પોલીસ અને એસડીઆરએફ ના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કુટિરમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / ચિરંજીવ સેમવાલ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande