ઉપરાષ્ટ્રપતિએ વડાપ્રધાનના 'એક પેડ માં કે નામ' અભિયાનને આગળ ધપાવ્યું, યમુના નદીના કિનારે વૃક્ષારોપણ કર્યું
નવી દિલ્હી, 27 જુલાઇ (હિ.સ.) વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'એક પેડ માં કે નામ' અભિયાનને આગળ ધપાવતાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે, શનિવારે યમુના નદીના કિનારે એક છોડનું વાવેતર કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે ટ્વિટર પર વૃક્ષારોપણની તસવીરો શેર કરતાં જણાવ્
પેડ


નવી દિલ્હી, 27 જુલાઇ (હિ.સ.) વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'એક પેડ માં કે નામ' અભિયાનને આગળ ધપાવતાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે, શનિવારે યમુના નદીના કિનારે એક છોડનું વાવેતર કર્યું હતું.

ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે ટ્વિટર પર વૃક્ષારોપણની તસવીરો શેર કરતાં જણાવ્યું હતું કે, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે નવી દિલ્હીમાં યમુના નદીના કિનારે સ્થિત ઇકોલોજીકલ સાઇટ, આસિતા ખાતે તેમની માતા કેસરી દેવીના સન્માનમાં એક છોડનું વાવેતર કર્યું હતું.

ઉપરાષ્ટ્રપતિ ધનખડના પત્ની ડૉ. સુદેશ ધનખડે પણ, તેમની માતા ભગવતી દેવીના માનમાં અહીં એક છોડનું વાવેતર કર્યું હતું. નોંધનીય છે કે, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 5 જૂને નવી દિલ્હીના બુદ્ધ જયંતિ પાર્કમાં પીપળના છોડનું વાવેતર કરીને 'એક પેડ માં કે નામ' અભિયાનની શરૂઆત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર/સુશીલ કુમાર/મુકુંદ / ડો. હિતેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande