તહેવારો દરમ્યાન ખાંડ,સીંગતેલ,તુવરદાળનું વધારાનું રાશન વિતરણ કરાશે
ગોધરા, 1 ઓગસ્ટ (હિ.સ.). અત્રેના પંચમહાલ જિલ્લામાં ઓગસ્ટ-૨૦૨૪ ચાલુ માસમાં આવતા તહેવારોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ અંત્યોદય,બી.પી.એલ તથા NFSA કેટેગરીના રેશનકાર્ડ ધરાવતા કુટુંબોને સરકારશ્રી ધ્વારા વધારાનું રાશન વિતરણ કરાશે.
તહેવારો દરમ્યાન ખાંડ,સીંગતેલ,તુવરદાળનું વધારાનું રાશન વિતરણ કરાશે


ગોધરા, 1 ઓગસ્ટ (હિ.સ.). અત્રેના પંચમહાલ જિલ્લામાં ઓગસ્ટ-૨૦૨૪ ચાલુ માસમાં આવતા તહેવારોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ અંત્યોદય,બી.પી.એલ તથા NFSA કેટેગરીના રેશનકાર્ડ ધરાવતા કુટુંબોને સરકારશ્રી ધ્વારા વધારાનું રાશન વિતરણ કરાશે. NFSA રેશનકાર્ડ ધરાવતાં કુટુંબોને પ્રતિ વ્યક્તિ દીઠ ૨ કિગ્રા ઘઉં, ૨ કિગ્રા ચોખા તથા ૧ કિગ્રા બાજરી વિનામુલ્યે તથા અંત્યોદય રેશનકાર્ડ ધરાવતાં કુટુંબને કાર્ડ દીઠ મહત્તમ ઘઉં ૧૫ કિગ્રા,ચોખા ૧૫ કિગ્રા તથા બાજરી ૫ કિગ્રા એમ કુલ-૩૫ કિગ્રા અનાજનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે.

આ ઉપરાંત રાષ્ટીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ બીપીએલ તથા અંત્યોદય કેટેગરીના રેશનકાર્ડ ધરાવતા લાભાર્થીઓને મળવાપાત્ર ઘઉં તથા ચોખા ઉપરાંત ખાંડ, ચણા, તુવેરદાળ, મીઠું તથા તહેવાર નિમિત્તેની વધારાની ખાંડ અને રાહતદરે

૧ (એક) લીટર સીંગતેલના પાઉચના જથ્થાનું વિતરણ કરવામાં આવશે. ખાંડ નિયમિત બીપીએલ કુટુંબોને વ્યક્તિદીઠ ૦.૩૫૦ ગ્રામ મુજબ પ્રતિ કિલોના રૂપિયા ૨૨/- , ખાંડ નિયમિત અંત્યોદય કુટુંબોને ત્રણ વ્યક્તિ સુધી કાર્ડ દીઠ ૧ કિગ્રા રૂપિયા ૧૫/-,ત્રણથી વધુ જનસંખ્યા ધરાવતાં કાર્ડધારકોને વ્યક્તિદીઠ ૦.૩૫૦ ગ્રામ પ્રમાણે પ્રતિ કિલોના રૂપિયા ૧૫/- મુજબ ખાંડનું વિતરણ કરાશે. આ નિયમિત જથ્થા ઉપરાંત તહેવાર નિમિત્તે અંત્યોદય રેશનકાર્ડ ધરાવતા કુટુંબોને કાર્ડ દીઠ ખાંડ ૧-કિગ્રા પ્રતિ કિલો રૂપિયા ૧૫/- તથા બીપીએલ રેશનકાર્ડ ધરાવતા કુટુંબોને કાર્ડ દીઠ ખાંડ ૧-કિગ્રા પ્રતિ કિલો રૂપિયા ૨૨/- મુજબ વિતરણ કરાશે.આ ઉપરાંત અંત્યોદય, NFSA તથા બીપીએલ રેશનકાર્ડ ધરાવતા કુટુંબોને કાર્ડદીઠ એક લીટર સીંગતેલ રૂપિયા ૧૦૦/-, ૧ (એક) કિલો ચણા રૂપિયા ૩૦/-, ૧ (કિલો) તુવેરદાળ રૂપિયા ૫૦/- તથા ડબલ ફોર્ટિફાઇડ મીઠુ ૧(એક) કિગ્રા ૧/- રૂપિયામાં વિતરણ કરાશે.તમામ રેશનકાર્ડ ધારકોએ તેઓને મળવાપાત્ર જથ્થો જન્માષ્ટમી પહેલાં સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનેથી મેળવી લેવો તેમ પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અને નાયબ કલેકટરશ્રી,પંચમહાલ-ગોધરા શ્રી એચ. ટી. મકવાણાએ એક યાદીમાં જણાવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર/દિવ્યેશ જૈન

હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય


 rajesh pande