જૂનાગઢ જિલ્લામાં દિવ્યાંગો માટે સ્પે. ખેલ મહાકુંભ - 3.૦ ઉદ્ઘાટન.
જુનાગઢ,5 ફેબ્રુઆરી (હિ.સ.) સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત રાજ્ય તથા જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા આયોજીત સ્પેશિયલ ખેલ મહાકુંભ – 3.૦ અંતર્ગત જુનાગઢ ખાતે શારીરિક દિવ્યાંગો અને મનોદિવ્યાંગો માટે જિલ્લા કક્ષાની રમતોનુ આયોજન અમારી સંસ્થા સાંપ્રત એજ્યુકેશન
સ્પે. ખેલ મહાકુંભ - 3.૦ ઉદ્ઘાટન.


જુનાગઢ,5 ફેબ્રુઆરી (હિ.સ.) સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત રાજ્ય તથા જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા આયોજીત સ્પેશિયલ ખેલ મહાકુંભ – 3.૦ અંતર્ગત જુનાગઢ ખાતે શારીરિક દિવ્યાંગો અને મનોદિવ્યાંગો માટે જિલ્લા કક્ષાની રમતોનુ આયોજન અમારી સંસ્થા સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ,જુનાગઢ ખાતે કરવામાં આવેલ. આ ખેલ મહાકુંભમાં આજે શારીરિક ક્ષતિ ધરાવતા 315 દિવ્યાંગોએ ભાગ લીધેલ અને કાલે મનો દિવ્યાંગો 472 કુલ 788 દિવ્યાંગો ભાગ લેશે.

આ ઉદ્ધાટન પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વસીમ સૈયદ તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રમેશ મહિડા દ્વારા દિવ્યાંગ ખેલાડીઓને લીલી ઝંડી આપી રમતોત્સવ શરૂ કરવામાં આવેલ. આ તકે જિલ્લા રમત વિકાસ અધિકારી ગૌરાંગભાઈ , જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મહિડા , ડુંગરપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો.જસમીન વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહી દિવ્યાંગોને રમતો માટે પ્રોત્સાહન કરેલ.

આ તકે ડુંગરપુર પ્રાથમિક આરોગ્ય દ્વારા મેડીકલ કેમ્પ પણ રાખવામા આવેલ, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ મહેન્દ્રપરમાર તથા સ્ટાફે તથા તમામ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande