પોરબંદર, 5 ફેબ્રુઆરી (હિ.સ.) પોરબંદર શહેરમાં અનેક સ્થળોએ સરકારી જમની પર દબાણ કરવામાં આવ્યુ છે . આ બાબતે અનેક વખત સંબધીત તંત્રને ફરીયાદ કરવામાં આવી છે.ત્યારે હવે તંત્ર એકશન મોડમાં આવ્યુ હોય તેમ પોરબંદરના ખાપટ વિસ્તારમાં ડીમોલેશ કરવામાં આવ્યુ હતુ અને રૂ. 5 કરોડની કિંમતની 4925 ચો.મી સરકારી જમીન ખુલ્લી કરાવી હતી વહિવટી તંત્ર દ્રારા ડીમોલેશનની કામગીરી કરવામાં આવતા દબાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.પોરબંદર શહેરમાં ખાપટ વિસ્તારમાં ડીમોલેશનની કામગીરી કરવામાં આવી હતી માર્કેટીંગ યાર્ડ નજીક મુખ્ય રસ્તા પર સરકારી જમીન પર પેશકદમી કરવામાં આવી હતી આ અંગે તંત્રને ફરીયાદ મળી હતી ત્યાર બાદ અરજદારોને સાંભળ્યા બાદ સરકારી જમીન પર પેશકદમી થઈ હોવાનુ પુરવાર થતાં આજે બુધવારે પ્રાંત અધિકારી સંદિપસિંહ જાદવ અને મામલતદાર ભરતભાઈ સંચાણીયા સહિતના અધિકારીઓની ટીમ દ્રારા પુરતા પોલીસ બંદોબસ્ત સાથે ડીમોલેશનની કામગીરી કરવામાં આવી હતી જેમાં ખાપટ વિસ્તારમાં 12 કોમર્સીયલ,9 રહેણાંક અને 13 અન્ય મળી કુલ 34 મિલ્કત પર બુલડોઝર ફરેવી દેવામાં આવ્યુ અને સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી પોરબંદર શહેરમાં સરકારી જમીન પર થયેલી પેશકદમી દુર કરવા માટે મહાનગરપાલિકા અને વહિવટી તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાલ પણ ચાલી રહી છે થોડા દિવસો પૂર્વે પોરબંદર ખબર દ્રારા ડીમોલેશનની કામગીરી કરવામાં આવશે તેવો અહેવાલ પણ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો તે ચરિતાર્થ થયો હોય તેમ ખાપટ વિસ્તારમાં આજે ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી પોરબંદર શહેરમાં સરકારી જમીની પરનુ દબાણ દુર કરવા માટે ડીમોલેશનની કામગીરી હાથ ધરવામા આવતા દબાણકર્તાઓમા ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya