શ્રાવણ મહિનાના દરેક સોમવારે ,સુરત મનપા વિસ્તારમાં તમામ કતલખાના બંધ રાખવા આદેશ
સુરત, 1 ઓગસ્ટ (હિ.સ.)- અત્યારે હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહી છે અને ગુજરાતીના શ્રાવણ માસ આવી રહ્યો છે ત્યારે પાલિકા દ્વારા પણ લોકોની લાગણીને ધ્યાને રાખીને દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ મહિનાના દરેક સોમવારે સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ કતલ
શ્રાવણ મહિનાના દરેક સોમવારે ,સુરત મનપા વિસ્તારમાં તમામ કતલખાના બંધ રાખવા આદેશ


સુરત, 1 ઓગસ્ટ (હિ.સ.)- અત્યારે હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહી છે અને ગુજરાતીના શ્રાવણ માસ આવી રહ્યો છે ત્યારે પાલિકા દ્વારા પણ લોકોની લાગણીને ધ્યાને રાખીને દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ મહિનાના દરેક સોમવારે સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ કતલખાના બંધ રાખવાનો આદેશ જાહેર કર્યો છે.

સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ વર્ષ 2014 થી શ્રાવણ મહિનાના દરેક સોમવારે પાલિકા સંચાલિત કતલખાના બંધ કરવા માટેનો ઠરાવ કર્યો છે. આ ઠરાવને આધારે આ વર્ષે પણ શ્રાવણ માસના દર સોમવારે એટલે કે 5 ઓગષ્ટ, 12 ઓગષ્ટ, 19 ઓગસ્ટ અને 26 ઓગસ્ટ તથા 2 સપ્ટેમ્બર એમ શ્રાવણ મહિનાના પાંચ સોમવારે પાલિકા સંચાલિત કતલખાના બંધ રહેશે.

આ ઉપરાંત 26 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીનો તહેવાર છે તે દિવસે પણ પાલિકા સંચાલિત કતલખાના બંધ રાખવા માટે જાહેર નોટીસ પ્રસિધ્ધ કરવામા આવી છે.

હિન્દુસ્થાન સમાચાર

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે / માધવી વ્યાસ


 rajesh pande