પ્રહલાદ જોશીએ, પીએમએસ મોબાઈલ એપનું વર્ઝન 4.0 લોન્ચ કર્યું
નવી દિલ્હી, 01 ઓગસ્ટ (હિ.સ.) કેન્દ્રીય ઉપભોક્તા ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ વેંકટેશ જોશીએ ગુરુવારે, પ્રાઇસ મોનિટરિંગ સિસ્ટમ (પીએમએસ) મોબાઇલ એપ્લિકેશનનું 4.0 વર્ઝન લોન્ચ કર્યું. હવે આ એપ દ્વારા કુલ 38 વસ્તુઓની કિંમત પર
લોન્ચ


નવી દિલ્હી, 01 ઓગસ્ટ (હિ.સ.) કેન્દ્રીય ઉપભોક્તા ખાદ્ય અને જાહેર વિતરણ

મંત્રી પ્રહલાદ વેંકટેશ જોશીએ ગુરુવારે, પ્રાઇસ મોનિટરિંગ સિસ્ટમ (પીએમએસ) મોબાઇલ

એપ્લિકેશનનું 4.0 વર્ઝન લોન્ચ કર્યું. હવે આ એપ દ્વારા કુલ 38 વસ્તુઓની કિંમત પર

નજર રાખવામાં આવશે. પ્રાઇસ મોનિટરિંગ સિસ્ટમ મોબાઇલ એપના 4.0 વર્ઝનને, અહીં લોંચ

કરતાં પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે,”ભારત સરકારના ગ્રાહક બાબતોના વિભાગે, 1 ઓગસ્ટ 2024થી, ભાવની

દેખરેખ હેઠળ 16 વધારાની કોમોડિટીઝનો સમાવેશ કર્યો છે.”

જોશીએ જણાવ્યું હતું કે,” પહેલા દૈનિક ભાવની દેખરેખ હેઠળ 22

વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.જે હવે વધીને 38

થશે. ગ્રાહક બાબતોનો વિભાગ 34 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 550 કેન્દ્રોમાંથી

દૈનિક કિંમતોનું નિરીક્ષણ કરી રહ્યું છે.

આ એપ દ્વારા ઉમેરાયેલી નવી 16 વસ્તુઓમાં

બાજરી, જુવાર, રાગી, સોજી (ઘઉં), મેંદો (ઘઉં), ચણાનો લોટ, ઘી,માખણ, રીંગણ, ઈંડા, કાળા મરી, ધાણા, જીરું, લાલ મરચું, હળદર પાવડર અને

કેળાનો સમાવેશ થાય છે.”

નોંધનીય છે કે, વિભાગ દ્વારા મોનિટર કરાયેલા ભાવ ડેટા સરકાર, આરબીઆઈ અને

વિશ્લેષકોને સીપીઆઈ ફુગાવા અંગેના નીતિગત નિર્ણયો માટે એડવાન્સ ઇનપુટ્સ પ્રદાન કરે

છે. આ 38 વસ્તુઓ કુલ સીપીઆઈ વજનના, લગભગ 31 ટકા જેટલી છે. જ્યારે 22

વસ્તુઓનું સીપીઆઈ વજન 26.5 ટકા છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / રામાનુજ / માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande