કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ઇલેક્ટ્રિક કૃષિ ટ્રેક્ટર માટે નવું ધોરણ જાહેર કર્યું
- રાષ્ટ્રીય ગ્રાહક દિવસ પર ઇલેક્ટ્રિક કૃષિ ટ્રેક્ટર માટે નવું ભારતીય ધોરણ આઈએસ 19262:2025 જાહેર કરવામાં આવ્યું નવી દિલ્હી, 28 ડિસેમ્બર (હિ.સ.) રાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ રવિવારે નવી દિલ્હીના
જોશી


- રાષ્ટ્રીય ગ્રાહક

દિવસ પર ઇલેક્ટ્રિક કૃષિ ટ્રેક્ટર માટે નવું ભારતીય ધોરણ આઈએસ 19262:2025 જાહેર કરવામાં આવ્યું

નવી દિલ્હી, 28 ડિસેમ્બર (હિ.સ.) રાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે, કેન્દ્રીય મંત્રી

પ્રહલાદ જોશીએ રવિવારે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇલેક્ટ્રિક કૃષિ ટ્રેક્ટર

માટે ભારતીય ધોરણ, આઈએસ 19262:2025 ઇલેક્ટ્રિક કૃષિ ટ્રેક્ટર ટેસ્ટ કોડ બહાર પાડ્યું.

ભારતીય માનક બ્યુરો (બીઆઈએસ) દ્વારા

વિકસાવવામાં આવેલ આ ધોરણનો હેતુ ઇલેક્ટ્રિક ટ્રેક્ટરના પરીક્ષણને એકસમાન, પારદર્શક અને

વૈજ્ઞાનિક બનાવવાનો છે.

કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય અનુસાર, આઈએસ 19262:2025 ઇલેક્ટ્રિક કૃષિ

ટ્રેક્ટરના પરીક્ષણ માટે સરળ માર્ગદર્શિકા અને સમાન પરિભાષા નક્કી કરે છે. તેમાં પીટીઑ પાવર, ડ્રોબાર પાવર, બેલ્ટ-પુલી

પ્રદર્શન, વાઇબ્રેશન

પરીક્ષણ અને વિવિધ ટ્રેક્ટર ઘટકોના નિરીક્ષણ માટે જરૂરી પરીક્ષણ પ્રક્રિયાઓ શામેલ

છે. મંત્રાલય જણાવે છે કે,’ આ ખેડૂતો અને ઉત્પાદકો બંને માટે સ્પષ્ટ અને વિશ્વસનીય

પરીક્ષણ માળખું પૂરું પાડશે.’

મંત્રાલયે જણાવ્યું હતું કે,’ ડીઝલથી ચાલતા ટ્રેક્ટરોની

તુલનામાં, ઇલેક્ટ્રિક

ટ્રેક્ટર ઓછો ધુમાડો ઉત્સર્જન કરે છે, ઓછો અવાજ ઉત્પન્ન કરે છે અને પ્રમાણમાં ઓછો સંચાલન ખર્ચ

ધરાવે છે. ઓછા હલનચલન ભાગોને કારણે, તેમને ઓછી સમારકામ અને જાળવણીની જરૂર પડે છે. ખેતરોમાં

લાંબા સમય સુધી કામ કરતા ખેડૂતો માટે તેમને પર્યાવરણને અનુકૂળ અને આરોગ્યપ્રદ

વિકલ્પ માનવામાં આવે છે.’

કૃષિ મંત્રાલયની વિનંતી પર બીઆઈએસએ, આ ધોરણને પ્રાથમિકતાના ધોરણે વિકસાવ્યું. ઇલેક્ટ્રિક

ટ્રેક્ટર ઉત્પાદક કંપનીઓ,

સંશોધન સંસ્થાઓ

અને કૃષિ ઇજનેરી નિષ્ણાતોએ તેના વિકાસમાં સક્રિયપણે ભાગ લીધો. આઈસીએઆર -સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ (ભોપાલ), સેન્ટ્રલ ફાર્મ

મશીનરી ટેસ્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ (બુડની), ટ્રેક્ટર અને મિકેનાઇઝેશન એસોસિએશન (નવી દિલ્હી), ઓટોમોટિવ રિસર્ચ

એસોસિએશન ઓફ ઇન્ડિયા (પુણે), અને ઓલ ઇન્ડિયા ફાર્મર્સ એલાયન્સ જેવી સંસ્થાઓએ આ

પ્રક્રિયામાં ફાળો આપ્યો.’

જોકે આ ધોરણ હાલમાં સ્વૈચ્છિક છે, સરકાર અને બીઆઈએસ માને છે કે,’ તેનો અમલ દેશમાં ઇલેક્ટ્રિક કૃષિ

ટ્રેક્ટરના ઉપયોગને પ્રોત્સાહન આપશે, નવી તકનીકોના અપનાવવાને વેગ આપશે અને કૃષિમાં પ્રદૂષણ

ઘટાડવામાં નોંધપાત્ર મદદ કરશે.’

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande