
નવી દિલ્હી, 28 ડિસેમ્બર (હિ.સ.): રાષ્ટ્રીય ગ્રાહક દિવસ પર, કેન્દ્રીય ગ્રાહક
બાબતો, ખાદ્ય અને જાહેર
વિતરણ મંત્રી, પ્રહલાદ જોશીએ
બોમ્બ ડિસ્પોઝલ ઉપકરણોના પ્રદર્શન મૂલ્યાંકન અને સલામતી પરીક્ષણને પ્રમાણિત કરવા
માટે આઈએસ 19445:2025 બોમ્બ ડિસ્પોઝલ
સિસ્ટમ પ્રદર્શન મૂલ્યાંકન અને આવશ્યકતાઓ ધોરણ બહાર પાડ્યું. ગૃહ મંત્રાલય અને ડીઆરડીઑ ની ટીબીઆરએલ પ્રયોગશાળાની
વિનંતીના જવાબમાં આ ધોરણ વિકસાવવામાં આવ્યું હતું.
પ્રહલાદ જોશીએ રાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે રાજધાની
દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં આ ધોરણ બહાર પાડ્યું. આ ધોરણ પીજીડી 28 સમિતિ હેઠળ
સર્વસંમતિ-આધારિત પ્રક્રિયા દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. ટીબીઆરએલ અને ડીઆરડીઑની અધ્યક્ષતામાં પીજીડી 28 પી1 પેનલની રચના કરવામાં આવી હતી. વિકાસ પ્રક્રિયામાં ડીઆરડીઑ, એનએસજી, એમઇએસ,ડીજીસી ડીજીકયુંએ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, રાજ્ય પોલીસ, એએઆઈ,એનસીઆરટીસી, સંશોધન સંસ્થાઓ, જાહેર અને ખાનગી
ઉત્પાદકો અને પરીક્ષણ નિષ્ણાતો સામેલ હતા.
ગ્રાહક બાબતોના વિભાગના સચિવ નિધિ ખરેએ જણાવ્યું હતું કે,”
આ ધોરણ સ્વૈચ્છિક અપનાવવા માટે છે અને ગુણવત્તા-આધારિત ઉત્પાદન અને પરીક્ષણમાં
એકરૂપતાને પ્રોત્સાહન આપશે.”
આ ધોરણ બોમ્બ ધાબળા, બોમ્બ બાસ્કેટ અને બોમ્બ અવરોધકો જેવા પરીક્ષણ
ઉપકરણો માટે, પરીક્ષણ શ્રેણીની સ્થિતિ, ઉપકરણો, નમૂનાઓ, પરીક્ષણ પદ્ધતિઓ અને સ્વીકૃતિ માપદંડોનો ઉલ્લેખ
કરે છે.
આ ધોરણ ઓપરેટરો, પ્રથમ પ્રતિભાવ આપનારાઓ અને નાગરિકોની સલામતી
વધારશે, ખરીદી
પ્રક્રિયામાં પારદર્શિતા લાવશે અને મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ સ્વદેશી ઉત્પાદકોને
નવીનતા લાવવા અને ગુણવત્તા સુધારવામાં મદદ કરશે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / અનુપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ