-મહિલા વંદન રેલી, ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ અન્વયે જાગૃતિ સેમિનાર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન સહીત મહિલા સુરક્ષાને લગતી યોજનાઓ વિશે જાણકારી અપાઈ
છોટાઉદેપુર, 1 ઓગસ્ટ (હિ.સ.). છોટાઉદેપુર જિલ્લામાં નારી વંદન ઉત્સવ સપ્તાહ અન્વયે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે એસ.એફ.હાઇસ્કૂલ,જિલ્લા સેવા સદન સામે છોટાઉદેપુર ખાતે “ બેટી બચાવો બેટી પઢાવો ”ના નારા સાથે “મહિલા સુરક્ષા રેલી”નું આયોજન કરવામાં આવ્યું હતું. જે વન સ્ટોપ સેન્ટર છોટાઉદેપુર ખાતે સમાપ્ત થઇ હતી.
આ રેલી પૂર્ણ થયા બાદ મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી, છોટાઉદેપુર દ્વારા આદિવાસી ઇન્સ્ટીટયૂશન ઓફ નર્સિંગ કોલેજ જેતપુર પાવી ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ સેમિનારને સંબોધતા ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યુ હતુ કે,રાજય સરકારના નારી વંદના ઉત્સવ સપ્તાહ થકી સરહદિય વિસ્તારના જિલ્લાઓમાં નારી જાગૃતિ આવી છે. તેમણે જિલ્લાની મહિલાઓને રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારીઓ માટે અમલી યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ તકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનનાં કાઉન્સેલર દ્વારા નર્સિગના વિદ્યાર્થીનીઓને “૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન” વિશે તથા “ગુડ ટચ બેડ ટચ” વિશે વિસ્તૃત માહિતી આપી હતી તેમને ૧૮૧ મહિલા હેલ્પલાઈનની એપ્લિકેશન વિશે જાણકારી આપવામાં આવી હતી.મહિલાઓને ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫થી એડવોકેટશ્રી વિરેન્દ્રસિંહ રાઠવાએ માહિતગાર કર્યા હતા.ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વ્હાલી દિકરી યોજનાના લગભગ ૧૦થી વધુ દિકરીઓને હુકમ આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં જિલ્લા માહિતી કચેરી છોટાઉદેપુર દ્વારા પંરપરાગત માધ્યમના કાર્યક્રમ અંતર્ગત નાટક દ્વારા મહિલાલક્ષી સરકારી યોજનાઓની તથા ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ની માહિતી આપવામાં આવી હતી.ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ સેમિનારમાં છોટાઉદેપુરના ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, એડવોકેટશ્રી વિરેન્દ્રસિંહ રાઠવા,શી ટીમના પી એસ આઈ.એસ એસ પટેલ, સહાયક માહિત નિયામકશ્રી માર્ગીબહેન રાજપુત, નાયબ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ક્રિશ્નાબહેન પાંચાણી, તથા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીના અધિકારીશ્રી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ તથા ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/દિવ્યેશ જૈન
હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય