ડાયમંડ લીગની ફાઇનલમાં, 1 સેન્ટિમીટરથી ચૂકી જતા, બીજા સ્થાન પર રહ્યા નીરજ ચોપડા
નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર (હિ.સ.) બ્રસેલ્સમાં ડાયમંડ લીગ ફાઇનલમાં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં, ભારતના સ્ટાર નીરજ ચોપડાએ, 87.86 મીટરના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે બીજું સ્થાન મેળવ્યું હતું. તેણે આ સ્પર્ધામાં સતત બીજી વખત બીજું સ્થાન
નીરજ


નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર (હિ.સ.) બ્રસેલ્સમાં ડાયમંડ લીગ ફાઇનલમાં

પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં, ભારતના સ્ટાર નીરજ ચોપડાએ, 87.86 મીટરના

સર્વશ્રેષ્ઠ થ્રો સાથે બીજું સ્થાન મેળવ્યું હતું.

તેણે આ સ્પર્ધામાં સતત બીજી વખત બીજું સ્થાન મેળવ્યું હતું.

આ વખતે તે ટાઈટલ માત્ર એક સેન્ટિમીટરથી ચૂકી ગયો. સ્પર્ધાના વિજેતા એન્ડરસન

પીટર્સે 87.87 મીટરનો થ્રો કર્યો હતો.

બે વખતના વર્લ્ડ ચેમ્પિયન ગ્રેનાડાના પીટર્સે તેના પહેલા જ

પ્રયાસમાં શ્રેષ્ઠ થ્રો કર્યો હતો. જર્મનીના જુલિયન વેબર 85.97 મીટરના થ્રો સાથે

ત્રીજા સ્થાને રહ્યો.

ટોક્યો ઓલિમ્પિક ચેમ્પિયન ચોપડાએ, ગયા મહિને પેરિસ

ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ / ડો માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande