નેપાળના વડાપ્રધાન ઓલીનું, અમેરિકા પ્રવાસ દરમિયાન હાર્વર્ડ અને કોલંબિયા યુનિવર્સિટીમાં વિશેષ સંબોધન
કાઠમંડુ, નવી દિલ્હી,15 સપ્ટેમ્બર (હિં.સ.) સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ની 79મી મહાસભામાં ભાગ લેવા, અમેરિકા જઈ રહેલા વડાપ્રધાન કેપી શર્મા ઓલીનું ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટી અને બોસ્ટનમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિશેષ સંબોધન થશ
ઓલી


કાઠમંડુ, નવી દિલ્હી,15 સપ્ટેમ્બર

(હિં.સ.) સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ની 79મી મહાસભામાં ભાગ લેવા, અમેરિકા જઈ રહેલા વડાપ્રધાન

કેપી શર્મા ઓલીનું ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટી અને બોસ્ટનમાં હાર્વર્ડ

યુનિવર્સિટીમાં વિશેષ સંબોધન થશે. આ પહેલીવાર હશે, જ્યારે નેપાળના વડાપ્રધાન

અમેરિકાની આ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંથી કોઈ એકને સંબોધન કરવા જઈ રહ્યા છે.

ન્યુયોર્કમાં નેપાળના સ્થાયી પ્રતિનિધિ લોક બહાદુર થાપાએ

કહ્યું કે,” બંને યુનિવર્સિટીઓમાં વડાપ્રધાન ઓલીના સંબોધન માટે, સંકલનનું કામ

પૂર્ણ થઈ ગયું છે.”

થાપાના જણાવ્યા

અનુસાર,” વડાપ્રધાન ઓલી માટે 23 સપ્ટેમ્બરે, કોલંબિયા યુનિવર્સિટી અને 27

સપ્ટેમ્બરે હાર્વર્ડમાં સંબોધન કરવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે.”

વડાપ્રધાન ઓલી 10 સપ્ટેમ્બરથી શરૂ થયેલી સંયુક્ત રાષ્ટ્રની

79મી મહાસભામાં ભાગ લેવા, 21 સપ્ટેમ્બરે ન્યૂયોર્ક પહોંચવાના છે. તેઓ 26

સપ્ટેમ્બરે સંબોધન કરવાના છે.

હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / સંજીવ પાશ / ડો માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande