બાંગ્લાદેશમાં ક્યારે ચૂંટણી યોજવી જોઈએ, તે નાગરિકોએ નક્કી કરવાનું છે: અમેરિકા
ઢાકા, નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર (હિ.સ.) અમેરિકાના ઉપ વિદેશ મંત્રી રિચર્ડ આર વર્માએ જણાવ્યું હતું કે, નવી ચૂંટણીઓ ક્યારે યોજવી જોઈએ અને વચગાળાની સરકાર કેટલા સમય સુધી ચાલવી જોઈએ તે બાંગ્લાદેશના લોકોએ નક્કી કરવાનું છે. વોશિંગ્ટન ડીસીમાં હડસન ઇન્સ્ટિટ્યૂટ
અમેરિકી ઉપ વિદેશ મંત્રી


ઢાકા, નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર (હિ.સ.) અમેરિકાના ઉપ વિદેશ મંત્રી રિચર્ડ આર વર્માએ જણાવ્યું હતું કે, નવી ચૂંટણીઓ ક્યારે યોજવી જોઈએ અને વચગાળાની સરકાર કેટલા સમય સુધી ચાલવી જોઈએ તે બાંગ્લાદેશના લોકોએ નક્કી કરવાનું છે. વોશિંગ્ટન ડીસીમાં હડસન ઇન્સ્ટિટ્યૂટમાં સોમવારે એક કાર્યક્રમમાં એક પ્રશ્નના જવાબમાં તેમણે આ ટિપ્પણી કરી હતી.

ટોચના યુએસ રાજદ્વારીએ કહ્યું કે, બાંગ્લાદેશમાં વસ્તુઓ ક્યાં જઈ રહી છે તે કહેવું ખૂબ જ વહેલું છે. એટલા માટે અમેરિકન ટીમે ઢાકાની મુલાકાત લીધી હતી. તેની ટીમ હાલમાં જ બાંગ્લાદેશથી પરત આવી છે. ટીમે આ મુશ્કેલ સમયમાં બાંગ્લાદેશની વચગાળાની સરકારને માનવતાવાદી સહાય અને સમર્થન માટે વધારાની પ્રતિબદ્ધતાઓ આપી છે. વર્માએ આશા વ્યક્ત કરી છે કે, બાંગ્લાદેશમાં ટૂંક સમયમાં સુરક્ષા પુનઃસ્થાપિત કરવામાં આવશે.

તેમણે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અમેરિકન રાજદ્વારીએ કહ્યું કે, કોઈપણ નાગરિક પર કોઈપણ હુમલો ચિંતાજનક છે. આને ખૂબ ગંભીરતાથી લેવું જોઈએ. વર્માએ હડસન ઇન્સ્ટિટ્યૂટમાં વાત કરી અને 2000 થી યુએસ-ભારત સંબંધોમાં મળેલી સિદ્ધિઓની ચર્ચા કરી. આ પછી વર્માએ, સંસ્થામાં ભારત અને દક્ષિણ એશિયા પર સંશોધન કરતા ડૉ. અપર્ણા પાંડે સાથે ખુલ્લી વાતચીતમાં ભાગ લીધો. નોંધનીય છે કે, વર્મા અગાઉ 2015-2017 સુધી ભારતમાં યુએસ એમ્બેસેડર રહી ચૂક્યા છે.

હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ/પવન કુમાર / ડો. હિતેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande