હેરિસ અને ટ્રમ્પ, હવે અમેરિકામાં ટીવી અને રેડિયોમાં મોરચો ખોલશે
વોશિંગ્ટન, નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર (હિ.સ.) અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી હવે રસપ્રદ વળાંક પર પહોંચી ગઈ છે. પ્રચારના છેલ્લા સાત અઠવાડિયામાં, રાષ્ટ્રપતિ પદના બંને ઉમેદવારો, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનો સંપૂર્ણ ભાર
પેન્સિલવેનીયા


વોશિંગ્ટન, નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર (હિ.સ.) અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી હવે રસપ્રદ વળાંક પર પહોંચી ગઈ છે. પ્રચારના છેલ્લા સાત અઠવાડિયામાં, રાષ્ટ્રપતિ પદના બંને ઉમેદવારો, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનો સંપૂર્ણ ભાર સંચાર સાધનો પર રહેશે.

ધ ન્યૂયોર્ક ટાઇમ્સે એક જાહેરાત ટ્રેકિંગ ફર્મને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, પ્રમુખપદના ઉમેદવાર અને તેમના સાથીઓએ ઝુંબેશના અંતિમ સાત અઠવાડિયામાં, ટેલિવિઝન અને રેડિયો જાહેરાતો પર અડધા બિલિયન ડોલરથી વધુ ખર્ચ કરવાની યોજના બનાવી છે. વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને ટેકો આપતા જૂથોએ ટેલિવિઝન અને રેડિયો જાહેરાતો માટે 332 મિલિયન ડોલર નો એરટાઇમ આરક્ષિત રાખ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પને ટેકો આપતા જૂથો આના પર લગભગ 194 મિલિયન ડોલર ખર્ચ કરવાની યોજના ધરાવે છે. બંને પક્ષો પેન્સિલવેનિયામાં સૌથી વધુ ખર્ચ કરશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / ડો. હિતેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande