લેબનીઝ નવલકથાકાર એલિયાસ ખૌરીનું, 76 વર્ષની વયે અવસાન થયું
બેરૂત, નવી દિલ્હી,18 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રખ્યાત લેબનીઝ નવલકથાકાર એલિયાસ ખૌરી હવે નથી રહ્યા. ઘણા મહિનાઓથી બીમાર રહેલા ખૌરીએ, 76 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. લેખક ખૌરીએ સાહિત્યનો લાંબો વારસો, પાછળ છોડી દીધો છે. તેમનો વાર
નિધન


બેરૂત, નવી દિલ્હી,18 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રખ્યાત લેબનીઝ નવલકથાકાર એલિયાસ

ખૌરી હવે નથી રહ્યા. ઘણા મહિનાઓથી બીમાર રહેલા ખૌરીએ, 76 વર્ષની વયે અંતિમ શ્વાસ

લીધા હતા.

લેખક ખૌરીએ સાહિત્યનો લાંબો વારસો, પાછળ છોડી દીધો છે.

તેમનો વારસો સંઘર્ષ અને વિસ્થાપન વચ્ચે માનવીય સ્થિતિની ગહન સમજ આપે છે.

ડેઈલી સ્ટાર લેબનાન ના સમાચાર મુજબ,”પેલેસ્ટાઈન

સંઘર્ષ પર તેમની ઘણી નવલકથાઓ અને નિબંધો હેડલાઈનમાં રહી છે. તેઓ મજબૂત રાજકીય

વિચારો માટે જાણીતા હતા. અભિવ્યક્તિની સ્વતંત્રતાના કટ્ટર હિમાયતી ખૌરીએ, મધ્ય

પૂર્વીય સરમુખત્યારશાહી અને પેલેસ્ટાઈનમાં ઈઝરાયેલની નીતિઓની આકરી ટીકા કરી હતી.

માંદગી દરમિયાન પણ તેમણે લખવાનું ચાલુ રાખ્યું હતું.”

ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધના,

થોડા દિવસો બાદ તેણે અલ-કુદસ એ-અરબ દૈનિકમાં ઇટ્સ પેલેસ્ટાઇન નામનો લેખ લખ્યો હતો.

તેમાં તેણે ગાઝાને સૌથી મોટી ખુલ્લી હવા વાળી જેલ તરીકે વર્ણવ્યું હતું. 1948

માં બેરૂતમાં જન્મેલા, ખૌરીએ લેબનીઝ

યુનિવર્સિટીમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી યુનિવર્સિટી ઓફ પેરિસમાંથી સામાજિક

ઇતિહાસમાં પીએચડી મેળવ્યું.

નવલકથા ખૌરીએ મુખ્ય લેબનીઝ અખબારો, જેમ કે એન-નહર અને

અસ-સફીરનાં સાંસ્કૃતિક વિભાગોનું સંપાદન કર્યું. પેલેસ્ટાઈન સ્ટડીઝ જર્નલના

એડિટર-ઈન-ચીફ તરીકે સેવા આપી હતી. ખૌરીની સાહિત્યિક કૃતિઓમાં લિટલ માઉન્ટેન અને

બાબ અલ-શામ્સ (સૂર્યનો દરવાજો)નો સમાવેશ થાય છે. તેમની નવલકથાઓ હિબ્રુ સહિત, ઘણી

ભાષાઓમાં અનુવાદિત થઈ છે. ખૌરીએ ન્યૂયોર્ક યુનિવર્સિટી, કોલંબિયા, પ્રિન્સટન અને

લંડન યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પણ ભણાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / ડો માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande