ફૂટબોલ મેચ રદ થયા બાદ એમ્સ્ટરડેમમાં, રમખાણોમાં આઠ એજેક્સચાહકોની ધરપકડ કરવામાં આવી
દ હેગ,નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર (હિ.સ.) એજેક્સ અને એફસી યુટ્રેચ વચ્ચેની એરેડિવિસી ફૂટબોલ ટુર્નામેન્ટની મેચ, પોલીસ હડતાલને કારણે રદ કરવામાં આવ્યા બાદ રમખાણો ફાટી નીકળ્યા બાદ, ડચ પોલીસે રવિવારે એમ્સ્ટરડેમમાં આઠ એજેક્સ ચાહકોની
મેચ


દ હેગ,નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર

(હિ.સ.) એજેક્સ અને એફસી યુટ્રેચ વચ્ચેની એરેડિવિસી ફૂટબોલ ટુર્નામેન્ટની મેચ,

પોલીસ હડતાલને કારણે રદ કરવામાં આવ્યા બાદ રમખાણો ફાટી નીકળ્યા બાદ, ડચ પોલીસે

રવિવારે એમ્સ્ટરડેમમાં આઠ એજેક્સ ચાહકોની ધરપકડ કરી હતી.

સિન્હુઆએ અહેવાલ આપ્યો છે કે,” શહેરના કેન્દ્રમાં એકત્ર

થયેલા ચાહકોએ પોલીસ હેડક્વાર્ટરને, નુકસાન પહોંચાડ્યું હતું અને પોલીસ વાહનોમાં

તોડફોડ કરી હતી. અધિકારીઓ સાથે, ભીડની અથડામણ ચાલુ રહેતાં, પોલીસ તૈનાત કરવામાં

આવી હતી.”

પોલીસ હડતાલનો વિરોધ કરવા માટે તોફાનીઓ, સૌપ્રથમ મધ્ય

એમ્સ્ટરડેમના સાર્વજનિક સ્ક્વેર લીડસેપ્લીન ખાતે એકઠા થયા હતા.જેના કારણે

એજેક્સ સતત બીજા રવિવારે, લીગ મેચ ચૂકી ગયું હતું. વિરોધ વધ્યો, પરિણામે આ

વિસ્તારમાં ટ્રામ બંધ થઈ ગઈ અને બારીઓ તૂટી ગઈ.

એજેક્સસામે એફસીયુટ્રેચમેચ રદ કરવામાં આવી હતી કારણ કે સુરક્ષા પૂરી પાડવા માટે

કોઈ પોલીસ ઉપલબ્ધ ન હતી, પોલીસ અધિકારીઓ

વિરોધ કરી રહ્યા હતા અને વહેલી નિવૃત્તિના લાભો માટે હડતાલ પર હતા. બે અઠવાડિયા પહેલા, બીજી એરેડિવિસી

મેચ, રોટરડેમમાં

ફેયેનૂર્ડ વિ એજેક્સ, પણ ચાલુ પોલીસ

હડતાલને કારણે રદ કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે / માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande