ઓલી સરકારની ઘટક પાર્ટી નેપાળી કોંગ્રેસ, ચીનની નીતિથી નારાજ
કાઠમંડુ, નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર (હિ.સ.) નેપાળની કેપી ઓલી સરકારની ઘટક પાર્ટી નેપાળી કોંગ્રેસ, ચીનની નીતિથી નારાજ છે. નેપાળી કોંગ્રેસના મહાસચિવ ગગન થાપાએ, ચીનની નેપાળ નીતિની આકરી ટીકા કરી છે. સોમવારે એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં બોલતા થાપાએ કહ્યું ક
નેપાળ


કાઠમંડુ, નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર (હિ.સ.) નેપાળની કેપી ઓલી સરકારની ઘટક પાર્ટી નેપાળી કોંગ્રેસ, ચીનની નીતિથી નારાજ છે. નેપાળી કોંગ્રેસના મહાસચિવ ગગન થાપાએ, ચીનની નેપાળ નીતિની આકરી ટીકા કરી છે. સોમવારે એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં બોલતા થાપાએ કહ્યું કે, નેપાળ અંગે ચીનની નીતિ તેમની સમજની બહાર છે.

તેમણે આરોપ લગાવ્યો કે, નેપાળ આવનાર દરેક ચીની સરકારનું પ્રતિનિધિમંડળ બે બાબતોની વાત કરે છે. ચીનના રાજદૂત હોય કે બીજિંગથી આવનાર પ્રતિનિધિમંડળ, જ્યારે તે બિન-ડાબેરી પક્ષોને મળે છે, ત્યારે તે નેપાળના તમામ રાજકીય પક્ષો સાથે સમાન સંબંધોની હાકલ કરે છે. જ્યારે તે ડાબેરી પક્ષોને મળે છે, ત્યારે તે તરત જ ડાબેરી એકતાની વાત કરે છે. તમામ સામ્યવાદી પક્ષોને ભેળવીને એક પક્ષ બનાવવાનું દબાણ બનાવે છે.

નેપાળી કોંગ્રેસના મહાસચિવે કહ્યું કે, ચીનની આ વિદેશ નીતિ સમજની બહાર છે. તે નેપાળની આંતરિક બાબતોમાં સીધો હસ્તક્ષેપ કરે છે. ચીન, ડાબેરી પક્ષોને સરકાર બનાવવા માટે ખુલ્લેઆમ સમર્થન આપે છે. શક્ય તમામ મદદ પૂરી પાડવાની વાત કરે છે. જ્યારે બીજા પક્ષની સરકાર બને છે, ત્યારે વલણ બદલાય છે આ પ્રસંગે લેખક અને વરિષ્ઠ પત્રકાર સુધીર શર્માએ કહ્યું હતું કે, નેપાળની આંતરિક રાજનીતિમાં ચીનની વધતી જતી દખલ કોઈ પણ રીતે નેપાળના હિતમાં નથી. જો નેપાળ આનો વિરોધ નહીં કરે, તો એ દિવસ દૂર નથી જ્યારે નેપાળમાં એક અમેરિકા તરફી પક્ષ અને બીજો ભારત તરફી પક્ષ હશે.

હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / મુકુંદ / ડો. હિતેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande