ટેબલ ટેનિસ: સન યિંગશા, લિન શિડોંગે ડબ્લ્યુટીટીચેમ્પિયન્સ મકાઉ ટાઇટલ જીત્યુ
મકાઉ, નવી દિલ્હી,16 સપ્ટેમ્બર (હિ.સ.) ચીનની સન યિંગશા અને લિન શિડોંગે રવિવારે વર્લ્ડ ટેબલ ટેનિસ (ડબ્લ્યુટીટી) ચેમ્પિયન મકાઉ 2024માં અનુક્રમે મહિલા અને પુરૂષોના ખિતાબ જીત્યા. ટેબલ ટેનિસના ચાહકોમાં શાશા તરીકે પણ ઓળખાતા સુને, દેશબંધુ
જપાન


મકાઉ, નવી દિલ્હી,16 સપ્ટેમ્બર

(હિ.સ.) ચીનની સન યિંગશા અને લિન શિડોંગે રવિવારે વર્લ્ડ ટેબલ ટેનિસ (ડબ્લ્યુટીટી) ચેમ્પિયન મકાઉ

2024માં અનુક્રમે મહિલા અને પુરૂષોના ખિતાબ જીત્યા.

ટેબલ ટેનિસના ચાહકોમાં શાશા તરીકે પણ ઓળખાતા સુને, દેશબંધુ વાંગ

યિદી સામે 4-2 થી જીત મેળવી, ઇંચિયોન અને ચોંગકિંગમાં વિજયી બનીને, 2024ની ત્રીજી ડબ્લ્યુટીટીચેમ્પિયન્સ

ટ્રોફી ઉપાડી. તે સુનનુ પાંચમું ડબ્લ્યુટીટીચેમ્પિયન્સ ખિતાબ

પણ હતું.

સુને એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે,” તે આગામી

ઓલિમ્પિક ચક્રની શાનદાર શરૂઆત છે.તેણે ઉમેર્યું કે

દરેક મેચ સાથે તેના ફોર્મમાં નોંધપાત્ર સુધારો થયો છે.”

તેણે કહ્યું, આગામી ચાર વર્ષમાં ઘણા ફેરફારો અને સ્પર્ધા થશે, પરંતુ હું મારી

પ્રથમ ચેમ્પિયનશિપ જીતીને, ખૂબ જ ખુશ છું.જેણે મને ઘણો

આત્મવિશ્વાસ આપ્યો છે. દરમિયાન, લિને જર્મનીની કિઉ ડાંગને 4-0થી હરાવીને તેનું પ્રથમ ડબ્લ્યુટીટી

ચેમ્પિયનશિપ ટાઇટલ જીત્યું હતું.” મેચ પછી, 19 વર્ષીય ખેલાડીએ પ્રેસને કહ્યું કે,” તેનું પ્રદર્શન તેની

અપેક્ષાઓ કરતાં વધી ગયું છે.”

સુને શનિવારે, જાપાનના મિવા હરિમોટો સામે 4-2થી જીત મેળવીને

ફાઇનલમાં જગ્યા મેળવી, જ્યારે લિને

સેમિફાઇનલમાં વિશ્વના નંબર 1 વાંગ ચુકિનને 4-1થી હાર આપી.

સુન અને લિને કહ્યું કે,” તેઓ આગામી ચાઈના સ્મેશ 2024ની રાહ

જોઈ રહ્યા છે, જે બીજિંગમાં 26

સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર દરમિયાન યોજાશે.”

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે / માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande