ચીનના શાંઘાઈમાં બેબિનકા વાવાઝોડું ત્રાટક્યું, ફ્લાઈટ્સ રદ, ટ્રેનો, શાળાઓ અને કોલેજો બંધ, દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરાવવામાં આવ્યા
બીજિંગ, નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર (હિ.સ.) ચીનના સૌથી મોટા ઔદ્યોગિક શહેર શાંઘાઈમાં આ વર્ષનું 13મું વાવાઝોડું બેબિનકા ત્રાટક્યું છે. આજે સવારે 7.30 વાગ્યે ફૂંકાયેલા જોરદાર પવનને કારણે અનેક જગ્યાએ જૂના વૃક્ષો ધરાશાયી થયા હતા. ચીનના સત્તાવાર અખબાર ગ્લોબલ
બેબીનકા તોફાન


બીજિંગ, નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર (હિ.સ.) ચીનના સૌથી મોટા ઔદ્યોગિક શહેર શાંઘાઈમાં આ વર્ષનું 13મું વાવાઝોડું બેબિનકા ત્રાટક્યું છે. આજે સવારે 7.30 વાગ્યે ફૂંકાયેલા જોરદાર પવનને કારણે અનેક જગ્યાએ જૂના વૃક્ષો ધરાશાયી થયા હતા. ચીનના સત્તાવાર અખબાર ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ મુજબ, તેની અસર પુડોંગ જિલ્લાના લિંગાંગ વિસ્તારમાં જોવા મળી હતી. હવાઈ, રેલ અને બસ સેવાઓ રદ કરવામાં આવી હતી. શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

શાંઘાઈ સેન્ટ્રલ મીટીરોલોજીકલ ઓબ્ઝર્વેટરીનું કહેવું છે કે, બેબિનકા તેના 75 વર્ષના ઈતિહાસમાં શાંઘાઈને ત્રાટકનાર સૌથી શક્તિશાળી તોફાન છે. ગ્લોબલ ટાઈમ્સ અનુસાર, શનિવારે રાત્રે ત્રાટકેલું વાવાઝોડું, આજે પૂર્વ ચીનના જિયાન્ગ્સુ પ્રાંતના કિદોંગ ની ઉત્તરે અને પૂર્વ ચીનના ઝેજિયાંગ પ્રાંતના નિંગબોના દક્ષિણમાં આવેલા વિસ્તારો વચ્ચે ત્રાટકવાની સંભાવના છે. રવિવારે રાત્રે 8 વાગ્યે શાંઘાઈના બંને એરપોર્ટ પરથી ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. અન્ય નવ સબવે લાઇનના છ સબવે લાઇન અને ફ્લાય ઓવર સેક્શન આજે બંધ રહેશે. રવિવારે રાત્રે 10 વાગ્યે શાંઘાઈને જોડતા અનેક હાઈવે બંધ કરી દેવામાં આવ્યા હતા. યાંગ્ત્ઝી નદીના ડેલ્ટા તરફ દોડતી કેટલીક ટ્રેનોને સ્થગિત કરી દેવામાં આવી છે. શાંઘાઈ ડિઝની રિસોર્ટ પણ આજે બંધ રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / ડો. હિતેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande