ઇઝરાયલે, લેબનાનમાં હિઝબુલ્લાહના છક્કા છોડાવ્યા, પહેલા પેજર બ્લાસ્ટ, હવે વોકી-ટોકીને નિશાન બનાવ્યું, આગ ફાટી નીકળી, 14ના મોત
બેરૂત, નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર (હિ.સ.) ઈઝરાયલની નવી આક્રમક નીતિના કારણે આતંકી સંગઠન હિઝબુલ્લાહ મુશ્કેલીમાં છે. જ્યારે તેની વોકી-ટોકી (હેન્ડહેલ્ડ રેડિયો રીસીવર) વિસ્ફોટ થયો ત્યારે તેમાં 14 લોકો માર્યા ગયા હતા અને ઓછામાં ઓછા 450 ઘાયલ થયા હતા, આ ઘટના ત
વોકી ટોકી બ્લાસ્ટ


બેરૂત, નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર (હિ.સ.) ઈઝરાયલની નવી આક્રમક નીતિના કારણે આતંકી સંગઠન હિઝબુલ્લાહ મુશ્કેલીમાં છે. જ્યારે તેની વોકી-ટોકી (હેન્ડહેલ્ડ રેડિયો રીસીવર) વિસ્ફોટ થયો ત્યારે તેમાં 14 લોકો માર્યા ગયા હતા અને ઓછામાં ઓછા 450 ઘાયલ થયા હતા, આ ઘટના ત્યારે બની, જયારે આતંકવાદી જૂથ પેજર બ્લાસ્ટમાંથી પણ બહાર નીકળી શક્યું ન હતું, સીરિયામાં પણ કેટલીક જગ્યાએ પેજર બ્લાસ્ટ થયા હોવાનું કેટલાક મીડિયામાં જણાવવામાં આવ્યું છે. લેબનાનની સરકારી સમાચાર એજન્સી એનએનએ એ, વોકી-ટોકી વિસ્ફોટની પુષ્ટિ કરી અને મૃતકોની સંખ્યા નવ અને ઘાયલોની સંખ્યા 300 પર મૂકી.

અસંખ્ય ઘરો અને વાહનોમાં આગ લાગી......

આ પહેલા મંગળવારે પેજર બ્લાસ્ટમાં 12 લોકો માર્યા ગયા હતા અને લગભગ 2,800 ઘાયલ થયા હતા, એમ લેબનીઝ અખબાર લો ઓરિએન્ટ ટુડે એ અહેવાલ આપ્યો હતો. બુધવારે સાંજે લગભગ 5 વાગ્યે હિઝબુલ્લાહની વોકી-ટોકી ને નિશાન બનાવવામાં આવી હતી. આરોગ્ય મંત્રાલય દ્વારા 7 વાગ્યે જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વોકી-ટોકીમાં થયેલા વિસ્ફોટોમાં 14 લોકોના મોત થયા છે અને લગભગ 450 લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટોમાં નાબાતીહ પ્રાંતના વિવિધ વિસ્તારોમાં 60 ઘરો અને દુકાનો, 15 કાર અને ડઝનેક મોટરસાયકલોને આગ લાગી હતી.

નવા તબક્કામાં યુદ્ધ......

બેરૂત ટુડેએ અહેવાલ આપ્યો છે કે, હજારો વોકી-ટોકી અનેક સ્થળોએ ઘરો અને કારમાં વિસ્ફોટ થયા હતા. ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા આ ટેક્નોલોજી આધારિત હુમલાઓને કારણે દેશ આઘાતમાં છે. રખેવાળ વડા પ્રધાન નજીબ મિકાતીએ સાંજે લેબનાનમાં વોકી-ટોકી વિસ્ફોટોની પુષ્ટિ કરી હતી. બેરૂત ટુડેએ તેના સમાચારમાં, ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટના નિવેદનને, ઇઝરાયલ આર્મી રેડિયોને ટાંકીને ટાંક્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઇઝરાયલનું ધ્યાન હવે ઉત્તર તરફ કેન્દ્રિત છે. દેશ યુદ્ધના નવા તબક્કામાં પ્રવેશી રહ્યો છે.

અંતિમ સંસ્કાર દરમિયાન વોકી-ટોકી ફાટી......

બેરૂત ટુડે મુજબ, વોકી-ટોકી પર વિસ્ફોટ સાંજે 5:00 વાગ્યે શરૂ થયા હતા. તેમના વિસ્ફોટથી બેરૂતના દક્ષિણ ઉપનગર દહીહ અને દક્ષિણ લેબનોનના 20 થી વધુ શહેરોમાં ઘણા એપાર્ટમેન્ટ્સ અને વાહનોમાં આગ લાગી હતી. દહીહમાં પેજર બ્લાસ્ટમાં માર્યા ગયેલા લોકોના અંતિમ સંસ્કાર વખતે પણ આવો જ એક વિસ્ફોટ થયો હતો.

તમામ વોકી-ટોકી હિઝબુલ્લાહની ....

અમેરિકાના અગ્રણી અખબાર ધ ન્યૂયોર્ક ટાઈમ્સના સમાચાર અનુસાર, વિસ્ફોટ થયેલી તમામ વોકી-ટોકી હિઝબુલ્લાહના સભ્યોની માલિકીની હતી. હિઝબુલ્લાહએ બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. પરંતુ ઇઝરાયલે હજુ સુધી પેજર હુમલામાં સંડોવણીની પુષ્ટિ કે ઇનકાર કર્યો નથી. લેબનાન અને અમેરિકી અધિકારીઓએ કહ્યું છે કે, પેજર વિસ્ફોટો માટે ઈઝરાયલ જવાબદાર છે.

ઈઝરાયલે કહ્યું- હિઝબુલ્લાહને દરેક વખતે વધારે કિંમત ચૂકવવી પડશે

આઈડીએફના એક્સ-હેન્ડલ અને વેબસાઈટ પર આર્મી ચીફ ઓફ સ્ટાફ જનરલ હર્જી હલેવીના ઈરાદાઓનો ઉલ્લેખ છે. હલેવીએ ગઈકાલે ઉત્તરી કમાન્ડની મુલાકાતમાં રક્ષણાત્મક અને આક્રમક યોજનાઓને મંજૂરી આપી હતી. તેમણે કમાન્ડરોને પણ સંબોધ્યા. તેમણે કહ્યું કે, ઈઝરાયલ પાસે હજુ પણ અનેક પ્રકારની ટેકનિકલ ક્ષમતાઓ છે. તેઓ હજુ સુધી સક્રિય થયા નથી. હિઝબુલ્લાહને યુદ્ધના દરેક તબક્કે ઉંચી કિંમત ચૂકવવી પડશે. ઇઝરાયલ, ગાઝામાં હમાસને ખતમ કરવા અને બંધકોને પરત કરવા માટે પ્રતિબદ્ધ છે. જનરલ હર્જીની આ ટિપ્પણી એટલા માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ, ઉત્તરીય સરહદી વિસ્તારોમાંથી ખાલી કરાયેલા હજારો રહેવાસીઓને તેમના ઘરે પાછા મોકલવાની પ્રતિજ્ઞા લીધી છે. રમત-ડેવિડ એરફોર્સ બેઝની મુલાકાત દરમિયાન સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટે, શિન બેટ, મોસાદ અને ઇઝરાયલ સંરક્ષણ દળોના સંકલનની પ્રશંસા કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / ડો. હિતેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande