સી-ટેકે, હેકરને 50 કરોડ રૂપિયાની ખંડણી આપવાનો ઇનકાર કર્યો, રાઈસિડા નજીકના ટેકોમા ઇન્ટરનેશનલ એરપોર્ટનો મહત્વપૂર્ણ ડેટા
વોશિંગ્ટન, નવી દિલ્હી,19 સપ્ટેમ્બર (હિ.સ.) ટાકોમા ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન કરતી કંપની સી-ટેકેએ સાયબર ક્રાઈમની દુનિયામાં રાઈસીડા તરીકે જાણીતી કુખ્યાત રેન્સમવેર ગેંગને 100 બિટકોઈનની ખંડણી આપવાનો, ઈન્કાર કરી દીધો છે. ભારતી
ડેટા


વોશિંગ્ટન, નવી દિલ્હી,19 સપ્ટેમ્બર

(હિ.સ.) ટાકોમા ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન કરતી કંપની સી-ટેકેએ સાયબર ક્રાઈમની

દુનિયામાં રાઈસીડા તરીકે જાણીતી કુખ્યાત રેન્સમવેર ગેંગને 100 બિટકોઈનની ખંડણી

આપવાનો, ઈન્કાર કરી દીધો છે. ભારતીય ચલણમાં આ રકમ અંદાજે 50 કરોડ રૂપિયા છે. રાઈસીડાએ,

એપ્રિલમાં સાયબર એટેક કરીને એરપોર્ટનો મહત્વનો ડેટા ચોરી લીધો હતો.

ધ સિએટલ ટાઈમ્સના સમાચાર અનુસાર, “સી-ટેકે બુધવારે

સવારે યુએસ સેનેટની કોમર્સ,

સાયન્સ અને

ટ્રાન્સપોર્ટેશન કમિટિમાં આયોજિત, સુનાવણીમાં આ માહિતી આપી હતી.” એરપોર્ટના

મેનેજિંગ ડિરેક્ટર લાન્સ લિટલે જણાવ્યું હતું કે,” ઓગસ્ટમાં થયેલા સાયબર હુમલાની

આંતરિક તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીની તપાસમાં આ સાયબર હુમલામાં રાયસીદાનો હાથ

હોવાનું સ્પષ્ટ થયું છે. પરંતુ રાઈસીડાએ કેટલો ડેટા ચોર્યો તે સ્પષ્ટ નથી. રાઈસીડા

એ આ માટે,100 બિટકોઈન (લગભગ $6 મિલિયન)ની ખંડણી માંગી હયા

છે.”

“સોમવારે, રાઈસિડાએ તેની ડાર્કનેટ લીક સાઇટ પર સિએટલ પોર્ટ

સિસ્ટમમાંથી ચોરાયેલી, આઠ ફાઇલોની નકલ પોસ્ટ કરી.”એમલિટલ જણાવ્યું.

એરપોર્ટના ઓપરેટર અને માલિક સી-ટેકે ખંડણી ન ચૂકવવાનો નિર્ણય લીધો છે. હાલ તમામ આઠ

ફાઇલોની સમીક્ષા કરવામાં આવી રહી છે. રેન્સમવેર જૂથે કુલ કેટલો ડેટા એક્સેસ કર્યો

તે હજુ સ્પષ્ટ નથી. દરમિયાન, સી-ટેકના પ્રવક્તા પેરી કૂપરે ખંડણીની માંગની પુષ્ટિ કરી

છે.

ઓસ્ટ્રેલિયન સાયબર સિક્યુરિટી ન્યૂઝ આઉટલેટ સાયબર ડેઈલીએ

જણાવ્યું હતું કે,” રાયસિડાએ, એરપોર્ટનો વિગતવાર નકશો પણ પોસ્ટ કર્યો છે. સાયબર

ડેઈલી રિપોર્ટ અનુસાર, રાઈસિડાએ આ ડેટાને હરાજી માટે મુક્યો છે. સોમવાર માટે

હરાજીનો છેલ્લો દિવસ નક્કી કરવામાં આવ્યો છે.” નોંધનીય છે કે, ટાકોમા ઇન્ટરનેશનલ

એરપોર્ટ ઉત્તર અમેરિકાનું, આઠમું સૌથી મોટું એરપોર્ટ છે. તે અલાસ્કા એરલાઇન્સ અને

ડેલ્ટા એરલાઇન્સ બંને માટે હબ તરીકે સેવા આપે છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / ડો માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande