સ્ટાર્ટઅપ્સ સાથે મળીને ફૂડ પ્રોસેસિંગ સુધારવાના, પ્રયાસો કરવામાં આવી રહ્યા છેઃ ચિરાગ પાસવાન
-કહ્યું- ખેડૂતોના સશક્તિકરણમાં, ફૂડ એન્ડ પ્રોસેસિંગ સેક્ટર મહત્વની ભૂમિકા. નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર (હિ.સ.) કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને ગુરુવારે, રાજધાની નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત 'વર્લ્ડ ફૂડ
વ્યંજન


ફૂડ


-કહ્યું- ખેડૂતોના સશક્તિકરણમાં, ફૂડ એન્ડ પ્રોસેસિંગ સેક્ટર

મહત્વની ભૂમિકા.

નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર (હિ.સ.) કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને

ગુરુવારે, રાજધાની નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત 'વર્લ્ડ ફૂડ

ઈન્ડિયા 2024' ની ત્રીજી

આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. આ અવસરે પોતાના સંબોધનમાં પાસવાને કહ્યું કે, “'વર્લ્ડ ફૂડ

ઈન્ડિયા 2024' મેગા ફૂડ ઈવેન્ટ

દ્વારા અમે ટેક્નોલોજી, ઈનોવેશન અને

સ્ટાર્ટઅપ્સ સાથે સહયોગ કરીને માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય

સ્તરે પણ ફૂડ પ્રોસેસિંગમાં સુધારો કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”

કેન્દ્રીય મંત્રી ચિરાગે જણાવ્યું હતું કે, જ્યારે અમે

2017માં પ્રથમ 'વર્લ્ડ ફૂડ

ઈન્ડિયા'નું આયોજન કર્યું

હતું, ત્યારે અમારો

ઉદ્દેશ્ય પ્રોસેસિંગ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવાનો હતો. આ વિચાર સાથે, અમે તેને 2017માં

શરૂ કર્યું હતું. પરંતુ આજે જ્યારે અમે તેની ત્રીજી આવૃત્તિનું આયોજન કરી રહ્યા

છીએ, ત્યારે આ સાથે

જોડાયેલા બધા સાથીઓને સહજ વ્યાપારિક અવસર મળે અને અમે તેમની સાથે સહયોગ કરી શકીએ.”

ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રીએ જણાવ્યું

હતું કે,”ફૂડ અને

પ્રોસેસિંગ સેક્ટર ખેડૂતોના સશક્તિકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.” “દેશની

અર્થવ્યવસ્થા અને રોજગાર સર્જન માટેમહત્વનો ઉગ્દન આપી રહ્યું છે. 'વર્લ્ડ ફૂડ

ઈન્ડિયા 2024'ની ત્રીજી

આવૃત્તિનું આયોજન ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ ક્ષેત્રને, વૈશ્વિક સ્તરે કરવા માટે

કરવામાં આવ્યું છે.”

'વર્લ્ડ ફૂડ

ઈન્ડિયા 2024'ના ઉદ્ઘાટન સમયે, કેન્દ્રીય

ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર

વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે,” ખાદ્ય અને પ્રક્રિયા ક્ષેત્રની

ક્ષમતાને ઓળખવી એ એક પ્રશંસનીય પહેલ છે.” જોશીએ પ્રોસેસિંગ પ્રોડક્ટની ગુણવત્તા

અને બ્રાન્ડિંગ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે,”

આગામી વર્ષોમાં દેશ ફૂડ અને પ્રોસેસિંગ ક્ષેત્રે નવી ઊંચાઈઓને સ્પર્શશે.” નવી

દિલ્હીમાં આયોજિત આ ચાર દિવસીય મેગા ફૂડ ઈવેન્ટ 19 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ

કાર્યક્રમમાં કેન્દ્રીય રેલ્વે અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ રાજ્ય મંત્રી રવનીત સિંહ

બિટ્ટુ પણ હાજર હતા.

ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલયે, ભારત મંડપમ ખાતે

મેગા ફૂડ ઈવેન્ટ 'વર્લ્ડ ફૂડ

ઈન્ડિયા 2024'નું આયોજન કર્યું

છે. આ કાર્યક્રમ રાજધાની નવી દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમમાં યોજાઈ

રહ્યો છે.જે 70 હજાર ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલો છે. આ

વૈશ્વિક કાર્યક્રમમાં 90 થી વધુ દેશો, 26 ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને 18

કેન્દ્રીય મંત્રાલયો અને સંબંધિત સરકારી સંસ્થાઓ ભાગ લઈ રહ્યા છે. જાપાન ઇવેન્ટનો

ભાગીદાર દેશ છે.જ્યારે વિયેતનામ અને ઈરાન ફોકસ કન્ટ્રી તરીકે ભાગ લઈ રહ્યા

છે. કાર્યક્રમ દરમિયાન વિષયોની ચર્ચાઓ, રાજ્ય અને દેશ-વિશિષ્ટ પરિષદો સહિત 40 જ્ઞાન સત્રોનું આયોજન

કરવામાં આવશે. આ ઉપરાંત, વર્લ્ડ ફૂડ

ઈન્ડિયા 2024ના કાર્યક્ષેત્રને વિસ્તૃત કરવા માટે, સ્વદ સૂત્ર નામની રસોઈ સ્પર્ધા શરૂ કરવામાં આવી

છે.જેમાં

ભારતભરમાંથી પ્રાદેશિક વાનગીઓ રજૂ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ / ડો માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande