સતત બીજા દિવસે બુલિયન માર્કેટમાં નબળાઈને કારણે, સોનું સસ્તું થયું, ચાંદીની પણ ચમક ઘટી
નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર (હિ.સ.) સ્થાનિક બુલિયન માર્કેટમાં, ગુરુવારે સતત બીજા દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. આ નબળાઈને કારણે દેશના મોટા ભાગના બુલિયન માર્કેટમાં આજે 24 કેરેટ સોનું 74,870 રૂપિયાથી 74,720 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું
સોના-ચાંદી


નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર (હિ.સ.) સ્થાનિક બુલિયન માર્કેટમાં, ગુરુવારે સતત બીજા દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. આ નબળાઈને કારણે દેશના મોટા ભાગના બુલિયન માર્કેટમાં આજે 24 કેરેટ સોનું 74,870 રૂપિયાથી 74,720 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. એ જ રીતે 22 કેરેટ સોનું પણ આજે 68,640 રૂપિયાથી 68,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે વેચાઈ રહ્યું છે. સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો નોંધાયો છે. ભાવ ઘટવાના કારણે આજે દિલ્હી બુલિયન માર્કેટમાં, ચાંદીની કિંમત 90,900 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગઈ છે.

દેશની રાજધાની દિલ્હીમાં, આજે 24 કેરેટ સોનાનો ભાવ 74,870 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 10 ગ્રામ દીઠ 68,640 રૂપિયા નોંધાઈ છે. તે જ સમયે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં, 24 કેરેટ સોનું 74,720 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 68,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. તેવી જ રીતે અમદાવાદમાં, 24 કેરેટ સોનાનો છૂટક ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 74,770 અને 22 કેરેટ સોનાનો ભાવ રૂ. 68,540 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. આ મોટા શહેરો સિવાય ચેન્નાઈમાં, આજે 24 કેરેટ સોનું 74,720 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે અને 22 કેરેટ સોનું 68,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. એ જ રીતે, કલકતામાં પણ 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ રૂ. 74,720 અને 22 કેરેટ સોનું રૂ. 68,490 પ્રતિ 10 ગ્રામના સ્તરે આવી ગયું છે.

દેશના અન્ય રાજ્યોની જેમ કર્ણાટક, તેલંગાણા અને ઓડિશાના બુલિયન માર્કેટમાં પણ આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આ ત્રણ રાજ્યોની રાજધાની બેંગલુરુ, હૈદરાબાદ અને ભુવનેશ્વરમાં આજે 24 કેરેટ સોનું 74,720 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. તેવી જ રીતે આ ત્રણેય શહેરોના બુલિયન માર્કેટમાં 22 કેરેટ સોનું 68,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / સંજીવ પાશ / ડો. હિતેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande