વિક્રાંત મેસીની 'ધ સાબરમતી રિપોર્ટ', 15 નવેમ્બરે રિલીઝ થશે
નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર (હિ.સ.) 'ધ સાબરમતી રિપોર્ટ'નું શક્તિશાળી ટીઝર, 27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરા રેલ્વે સ્ટેશન નજીક સાબરમતી એક્સપ્રેસમાં, બનેલી ઘટનાની ઝલક આપે છે. આ ફિલ્મ '12મી ફેલ' પછી વિક્રાંત મેસીની પ્
ફિલ્મ


નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર (હિ.સ.) 'ધ સાબરમતી

રિપોર્ટ'નું શક્તિશાળી

ટીઝર, 27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરા

રેલ્વે સ્ટેશન નજીક સાબરમતી એક્સપ્રેસમાં, બનેલી ઘટનાની ઝલક આપે છે. આ ફિલ્મ '12મી ફેલ' પછી વિક્રાંત

મેસીની પ્રથમ થિયેટર આઉટિંગ છે. જેમ 12મું ફેલ એક વાસ્તવિક વાર્તા પર આધારિત હતું

તેમ, સાબરમતી રિપોર્ટ પણ સાચી ઘટનાઓથી પ્રેરિત છે. ફિલ્મ માટે વધતી જતી ઉત્તેજના

સાથે, નિર્માતાઓએ તેની

રિલીઝ ડેટની જાહેરાત કરી છે.

આ ફિલ્મ 15 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. વિક્રાંત મેસી, રાશિ ખન્ના અને

રિદ્ધિ ડોગરા સ્ટારર ધ સાબરમતી રિપોર્ટની રિલીઝ ડેટ, જાહેર કરવામાં આવી છે. આ

ફિલ્મ સાબરમતી એક્સપ્રેસ અકસ્માત વિશે 22 વર્ષથી, છુપાયેલી માહિતીને ઉજાગર કરશે, તેથી તેણે ઘણી

નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે. લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે આ ફિલ્મ વાસ્તવિક

ઘટનાઓને કેવી રીતે દર્શાવશે. હવે રિલીઝ ડેટની જાહેરાત સાથે ઉત્તેજના વધુ વધી ગઈ

છે.

બાલાજી મોશન પિક્ચર્સ અને વિકિર ફિલ્મ્સ પ્રોડક્શન દ્વારા

પ્રસ્તુત, 'ધ સાબરમતી

રિપોર્ટ'માં વિક્રાંત

મેસી, રાશિ ખન્ના અને

રિદ્ધિ ડોગરા મુખ્ય ભૂમિકામાં છે. ધીરજ સરના દ્વારા નિર્દેશિત આ ફિલ્મ, શોભા કપૂર, એકતા આર કપૂર, અમૂલ વી મોહન અને

અંશુલ મોહન દ્વારા નિર્મિત છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિત નિગમ / ડો માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande