સુપ્રસિદ્ધ ગાયક હિમેશ રેશમિયાના પિતા, વિપિન રેશમિયાનું 87 વર્ષની વયે અવસાન થયું
મુંબઈ, નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર (હિ.સ.) બોલિવૂડના પ્રખ્યાત ગાયક હિમેશ રેશમિયાના પિતા, લોકપ્રિય સંગીતકાર વિપિન રેશમિયાનું નિધન થયું છે. તેઓ 87 વર્ષના હતા. શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે, તેમને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં
વિપિન રેશમિયા


મુંબઈ, નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર (હિ.સ.) બોલિવૂડના પ્રખ્યાત ગાયક હિમેશ રેશમિયાના પિતા, લોકપ્રિય સંગીતકાર વિપિન રેશમિયાનું નિધન થયું છે. તેઓ 87 વર્ષના હતા. શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે, તેમને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારે રાત્રે લગભગ 8.30 કલાકે, તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

ફેશન ડિઝાઇનર વનિતા થાપરે, વિપિન રેશમિયાના નિધનના સમાચાર પોસ્ટ કર્યા. તેમના અંતિમ સંસ્કાર 19 સપ્ટેમ્બરે જુહુમાં કરવામાં આવશે. તેણે લખ્યું, મને આ જાણીને ખૂબ જ દુઃખ થયું. અમે 20 વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ. તેમની સેન્સ ઓફ હ્યુમર ખુબજ સારી હતી. તેમને સંગીતનું ઘણું સારું જ્ઞાન હતું. તે હિમેશને ફોન કરીને કહેતા હતા, 'જો, મને આ ધૂન મળી ગઈ.' વનિતા થાપરે પોસ્ટમાં જણાવ્યું હતું કે, માર્ગદર્શન કરવા માંગુ છું.

હિમેશ, તેના પિતાને પોતાનો ગુરુ માનતો હતો. તેમણે તેમના પિતા પાસેથી સંગીતનું જ્ઞાન મેળવ્યું હતું. હિમેશનો સંગીતમાં રસ જોઈને, વિપિન રેશમિયાએ સંગીતકાર બનવાનું સપનું છોડી દીધું. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, હિમેશનો બાળપણથી જ સંગીત તરફ ઝુકાવ હતો. તેમણે કહ્યું હતું કે, તેની રુચિ જોઈને મેં સંગીતકાર બનવાનું સપનું છોડી દીધું હતું.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિત નિગમ / ડો. હિતેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande