સંયુક્ત રાષ્ટ્ર માં ડૉ. જયશંકરે કરી ટીકા, પાકિસ્તાનથી પીઓકે ખાલી કરાવવાનો જ મુદ્દો બાકી છે
ન્યૂયોર્ક, નવી દિલ્હી, 29 સપ્ટેમ્બર (હિ.સ.) ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુદ્દો માત્ર પીઓકે નો છે. કાશ્મીર પર પાકિસ્તાનના ગેરકાયદે કબજાને ખાલી કરાવવાનો એકમાત્ર મુદ્દો અમારી વચ્ચે ઉકેલવાનો છે. પાકિસ્તાનની નબળી
પાકિસ્તાન મુદ્દે જયશંકર


ન્યૂયોર્ક, નવી દિલ્હી, 29 સપ્ટેમ્બર (હિ.સ.) ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુદ્દો માત્ર પીઓકે નો છે. કાશ્મીર પર પાકિસ્તાનના ગેરકાયદે કબજાને ખાલી કરાવવાનો એકમાત્ર મુદ્દો અમારી વચ્ચે ઉકેલવાનો છે. પાકિસ્તાનની નબળી અર્થવ્યવસ્થા અંગે તેમણે કહ્યું કે તે તેના 'કર્મોનું ફળ' છે.

શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79મા સત્રને સંબોધતા વિદેશ મંત્રીએ કહ્યું, “ગઈકાલે આ જ મંચ પરથી કેટલીક વિચિત્ર વાતો સાંભળી. જ્યારે ભારતની સ્થિતિ એકદમ સ્પષ્ટ છે કે, પાકિસ્તાનની સીમા પાર આતંકવાદની નીતિ ક્યારેય સફળ નહીં થાય. દરેક ક્રિયાનું ચોક્કસ પરિણામ આવશે. અમારી વચ્ચે માત્ર એક જ મુદ્દો ઉકેલવાનો બાકી છે કે, પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબજે કરેલા ભારતીય વિસ્તારને ખાલી કરી દે.

એક દિવસ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે, આ જ મંચ પરથી પોતાના સંબોધનમાં કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. જેના જવાબમાં જયશંકરે કહ્યું કે, ઘણા દેશો તેમના નિયંત્રણ બહારના સંજોગોને કારણે પાછળ રહી જાય છે, પરંતુ કેટલાક દેશો જાણીજોઈને આવા નિર્ણયો લે છે, જેના પરિણામો વિનાશક હોય છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ અમારો પાડોશી દેશ પાકિસ્તાન છે.

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અંગે તેમણે કહ્યું કે, તે તેના 'કર્મોનું ફળ' છે. તેની જીડીપી માત્ર કટ્ટરવાદ અને આતંકવાદના સ્વરૂપમાં તેની નિકાસના સંદર્ભમાં માપી શકાય છે. આજે આપણે જોઈએ છીએ કે, જે બુરાઈઓ બીજાઓ પર લાદવાની કોશિશ કરવામાં આવી છે, તે પોતાના જ સમાજને ગળી રહી છે. આ માટે વિશ્વને દોષી ઠેરવી શકાય નહીં. આ માત્ર કર્મ છે.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ / ડો. માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande